Dahod : ખરોદા ગામે બે બાળકીની તળવામાં ડૂબી જતાં મોત, આખા ગામમાં માતમ
ખરોદા ગામે તળાવમાં ડૂબી જવાથી 2 બાળકીના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ખરોદાના ગામતળ ફળિયાના સિંચાઈ તળાવમા 4 બાળકી અને 1 બાળક ન્હાવા ગયા હતા.
દાહોદઃ ખરોદા ગામે તળાવમાં ડૂબી જવાથી 2 બાળકીના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ખરોદાના ગામતળ ફળિયાના સિંચાઈ તળાવમા 4 બાળકી અને 1 બાળક ન્હાવા ગયા હતા. 2 બાળકી અને 1 બાળકનો આબાદ બચાવ થયો છે. 9 વર્ષ અને 10 વર્ષની બાળકીનું મોત થયું છે. ગ્રામજનોની મદદથી મૃતદેહને બહાર કાઢ્યા. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદ લઇ જવાયા. દુઘટનાને લઈ વિસ્તારમાં ગમગમી છવાઈ.
Porbandar : દરિયામાં ન્હાવા પડેલો પરિવાર તણાયો, બાળકના મોતથી માતમ
પોરબંદરઃ પોરબંદરના કુછડી ગામે દરિયામાં બાળક તણાવાની ઘટનામાં બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. ગઈ કાલે કુછડીના દરિયામાં એક પરિવાર તણાયો હતો. જેમાં 5 સભ્યોનો બચાવ થયો હતો, જ્યારે 9 વર્ષનો બાળક ગરકાવ થયો હતો. દરિયામાં ગરક થયેલા ધ્રુવ ત્રિવેદી નામના બાળકનો 15 કલાકે મૃતદેહ મળ્યો છે. કુછડી નજીકના દરિયા કિનારેથી રાત્રી ના 2:30 કલાકે મૃતદેહ મળ્યો. પરિવારજનોમાં ભારે આક્રંદ છે.
Surat : વધતા કોરોના કેસો વચ્ચે સ્કૂલો શરૂ, આરોગ્ય વિભાગની ચિંતા વધી; 40 હજાર બાળકોએ હજુ નથી લીધો બીજો ડોઝ
સુરતઃ વધતા કોરોના કેસો વચ્ચે શાળાઓ શરૂ થઈ છે. શાળાઓ શરૂ થતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. 12 થી 14 વર્ષના ૪૦ હજાર બાળકોએ વેક્સિનનો હજુ બીજો ડોઝ લીધો નથી. મનપા દ્વારા શહેરના દરેક ઝોનમાં રેન્ડમલી શાળાઓમાં રસીકરણ અને ટેસ્ટિંગ ઝુંબેશ શરૂ થશે. બીમાર બાળકોને શાળાએ ન મોકલવા વાલીઓને તંત્રની અપીલ. 12 થી 14 વર્ષના બાળકો ને સંપૂર્ણ વેક્સીનેટેડ કરવા પર મનપાનો ભાર.
છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ધનસુરામાં પોણા ત્રણ ઇંચ વરસાદ, દસાડા-માણસામાં અઢી ઇંચ
ગાંધીનગરઃ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક મા ૧૧૧ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકામા પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આ પછી સુરેન્દ્રનગર જીલ્લાના દસાડામાં અને ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકામા અઢી ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા અને ચૂડા તાલુકામા ૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામા ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. અરવલ્લીના મોડાસામા પણ ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. અન્ય ૧૨ તાલુકાઓમા ૧ થી ૨ ઈંચ વરસાદ પડ્યો હતો.