શોધખોળ કરો
સંતરામપુરથી ગોધરા જતી ખાનગી બસે મારી પલટી, બે મહિલાના થયા મોત
મુસાફરો ભરેલી લક્ઝરી બસ પલટી જતાં બે મુસાફરોના મોત થયા છે. જ્યારે 10થી વધુ મુસાફરોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ગોધરાઃ સંતરામપુરથી ગોધરા જતી ખાનગી લક્ઝરી બસને મોરવા હડફના નાટાપુર પાસે અકસ્માત નડ્યો છે. મુસાફરો ભરેલી લક્ઝરી બસ પલટી જતાં બે મુસાફરોના મોત થયા છે. જ્યારે 10થી વધુ મુસાફરોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે બસ પૂર ઝડપે હંકારતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બસ ડિવાઇડર તોડી ખાડામાં ખાબકી હતી. ઘટના સમયે 20થી વધુ મુસાફરો બસમાં સવાર હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટનાર બંને મહિલાઓ હોવાનું જાણવા મળ્યું છે. મોરવા હડફ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વધુ વાંચો





















