વડોદરામાં મિત્ર સાથે ફરવા નીકળેલી સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના
વડોદરામાં નવરાત્રિ મહોત્સવની ઉજવણવી વચ્ચે સગીરા પર મોડી રાત્રે શહેરના ભાયલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના બની છે.પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા : વડોદરામાં નવરાત્રિ મહોત્સવની ઉજવણવી વચ્ચે સગીરા પર મોડી રાત્રે શહેરના ભાયલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના બની છે.પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને ઘટના સ્થળ પાસેથી તૂટેલાં ચશ્માં અને ઝાંઝર મળી આવ્યા છે. વડોદરામાં નવરાત્રિ દરમિયાન બાળપણના મિત્ર સાથે ફરવા નીકળેલી સગીરા પર ગેંગ રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે બાઇક પર સવાર પાંચ અજાણ્યા શખ્સોએ આવીને સગીરા અને તેના મિત્ર જોડે માથાકૂટ કરી હતી.
એક બાઇક પર સવાર બે લોકો ત્યાંથી જતા રહ્યા હતા. જ્યારે બાકીના ત્રણ પૈકી એક દ્વારા યુવતીના મિત્રને રોકી રાખી અન્ય દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટના સવારે ચાર વાગ્યે પોલીસ મથક પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે ફરાર આરોપીઓને પકડી પાડવા માટે વડોદરા ગ્રામ્ય અને શહેર પોલીસની વિવિધ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
વડોદરા SPના જણાવ્યા મુજબ, સગીરા પોતાના મિત્રને 11.30 વાગ્યે મળી હતી. સ્કૂટી પર બેસીને મિત્ર સાથે ભાયલી ગઈ હતી. બાદમાં રાત્રે 12 વાગ્યે બે બાઈક પર પાંચ લોકો સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે પીડિતા સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. જે બાદ પાંચ પૈકી ત્રણ લોકો સ્થળ પરથી જતા રહ્યા હતા. જ્યારે અન્ય બે આરોપીઓએ ગેંગરેપ કર્યો હતો. આ બનાવ બાદ પીડિતાએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.પોલીસે પુરાવા એકઠા કર્યા હતા. પોલીસના મતે પીડિતા ગરબા રમવા નહોતી જતી. તેણે ગરબાનો ટ્રેડિશનલ ડ્રેસ પણ નહોતો પહેર્યો.
વડોદરામાં સગીરા પર સામુહિક દુષ્કર્મના મામલે એસપી રોહન આનંદે નિવેદન આપતા વધુમાં કહ્યું કે, આ પીડિતા ગરબા રમવા નહોતી ગઈ. મિત્ર સાથે ફરવા નીકળી ગઈ હતી. આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવાદેવા નથી. 2 બાઇક પર 5 લોકો આવ્યા હતા. 5 આરોપીઓ પૈકી બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા પરપ્રાંતિય છે અને મિત્ર મૂળ વડોદરાનો છે. આરોપીઓ હિન્દી અને ગુજરાતીમાં વાતો કરતા હતા. આ ઘટના ખૂબ જ ગંભીર છે. જિલ્લા પોલીસ આ ઘટનાના આરોપીઓની પાછળ છે. શહેર પોલીસની ટીમોનો પણ સાથ લીધો છે. ઘટના સ્થળેથી દાગીના અને આરોપીઓના મોબાઈલ અને ગેજેટ મળ્યા છે. સાદા વસ્ત્રોમાં જ મિત્ર ને મળવા ગઈ હતી. ભાયલી વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ કરાયું હતું. ગઈ કાલે મોડી રાત્રે આ ઘટના ઘટી હતી. પીડિતા મિત્ર ને 11.30 કલાકે લક્ષ્મીપુરા ખાતે મળી હતી. પીડિતા અને મિત્ર સ્ફુટી પર ગયા હતા. જેમાં 5 લોકોના ટોળાએ મિત્રને પકડી રાખ્યો હતો. સગીરા પર દુષ્કર્મ આચરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. સ્થળ પર ખૂબ જ અંધારું હતું. આ ખૂબ જ અવાવરું વિસ્તાર છે. અંધારામાં આરોપીઓના મોંઢા દેખાયા નથી. પીડિતાના માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.