Vadodara : SRP જવાને પોતાનો ધર્મ છૂપાવી પરિણીતા સાથે તેના જ ઘરમાં વારંવાર માણ્યું શરીરસુખ ને પછી તો....
SRP જવાને ધર્મ છૂપાવીને પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ને લગ્નની લાલચ આપીને વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જવાન મુસ્લિમ હોવાનું બહાર આવતાં પરિવારે પરિણીતાને પણ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યું.
વડોદરાઃ વારસિયાની બે સંતાનોની માતા સાથે એસઆરપી જવાને વારંવાર પરાણે શરીરસંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. વિધર્મી યુવાને હિંદુની ઓળખ આપી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. યુવાન જામનગર એસ.આર.પી ગ્રૂપ 17 માં ફરજ બજાવે છે. પરિવારજનોએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરતા મહિલાએ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, એસઆરપી જવાને પોતાને ધર્મ છૂપાવીને પરિણીત યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપીને વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. થોડા સમય પછી જવાન મુસ્લિમ હોવાનું બહાર આવતાં પરિવારે પરિણીતાને પણ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યું હતું. એટલું જ નહીં, યુવતીનો વીડિયો બનાવી તેને બ્લેકમેલ કરતો હતો. અંતે પરિણીતાએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
પરિણીતાએ પોલીસને આપેલી વિગતો પ્રમાણે, તેનો પતિ દુબઈમાં નોકરી કરે છે. જ્યારે તે બે બાળકો સાથે વડોદરામાં રહે છે. એક વર્ષ પહેલા મોહંમદ એઝાઝ ઇકબાલભાઇ શેખે પરિણીતાને ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે પરિણીતાએ એક્સેપ્ટ કરતાં બંને વચ્ચે વાતચીત શરૃ થઇ હતી.
યુવકે પરિણીતાને પોતાનું નામ અનિલ પરમાર જણાવ્યું હતું અને પોતે અપરણીત હોવાનું પણ કહ્યું હતું. આ પછી યુવકે તેની સાથે પ્રેમનું તરકટ કર્યું હતું તેમજ લગ્નનનું વચન આપીને સંબંધ આગળ વધાર્યા હતા. તે પરિણીતાના ઘરે આવવા લાગ્યો હતો તેમજ લગ્ન માટે પરિણીતાને પ્રપોઝ કર્યું હતું. જોકે, યુવતીએ પરિણીત હોવાનું અને બે સંતાનોની માતા હોવાનું કહી લગ્ન ન થઈ સકે તેમ કહ્યું હતું. તેમજ પરિણીતાએ ફક્ત મિત્ર રહી શકે તેમ કહ્યું હતું. જોકે, યુવકે છૂટાછેડા અપાવી દેવાનું અને તેના બાળકોને રાખશે, તેમ કહ્યું હતું.
આ પછી તો યુવક તેના ઘરે અવાર-નવાર આવતો હતો અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. જૂલાઇ 2020થી જૂન 2021 દરમિયાન સયાજીગંજની હોટલમાં લઈને જઈને અનેકવાર તેની સાથે શરીરસુખ માણ્યું હતું. હોટલમાં તેણે પોતાનું ઓળખકાર્ડ આપતાં તે મુસ્લિમ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પરિણીતાએ તેને કહેતા તેણે પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ બનીને તેની સાથે લગ્ન કરશે, તેમ જણાવ્યુ હતું. તેમજ પોતે અપરણીત હોવાનું અને લગ્ન કરવાનું કહેતો રહ્યો હતો.
દરમિયાન યુવક પરિણીતાને તેના સુરત સ્થિત ઘરે લઈ ગયો હતો. અહીં તેના પરિવારે તેને સારી રીતે રાખી હતી. તેમજ પરિવારે પણ તમારે જે રિવાજથી લગ્ન કરવા હોય તે કરજો. અમને તને વહુ તરીકે સ્વીકારવા તૈયાર છીએ, તેમ કહ્યું હતું. એટલું જ નહીં, પરિણીતાની યુવક સાથે અલગ રૂમમાં સુવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. અહીં યુવકે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી તો યુવક તેને અવાર-નવાર સુરત લઈ જતો હતો. તેમજ પરિણીતાની જાણ બહાર અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો. તેમજ આ વીડિયોના બદલામાં રૂપિયાની માંગણી કરી હતી. એટલું જ નહીં, યુવક અને તેના પરિવાર દ્વારા પરિણીતાને ધર્મ પરિવર્તન માટે દબાણ પણ કરાયું હતું. હવે પરિણીતાએ યુવક અને તેના પરિવાર સામે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.