(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara : માતાએ પ્રેમી સાથે મળીને 6 વર્ષના માસુમ દીકરાની કરી નાંખી હત્યા, હત્યા પછી લાશ થાંભલા સાથે ઊંધી લટકાવી દીધી
સાવલી તાલુકાના પશ્વા ગામે છ વર્ષના બાળકની હત્યા થઈ હોવાના સમાચાર સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. માતાએ ખૂદ પ્રેમી સાથે મળીને માસૂમ દીકરાની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી.
વડોદરાઃ સાવલી તાલુકાના પશ્વા ગામે છ વર્ષના બાળકની હત્યા થઈ હોવાના સમાચાર સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ હત્યા બીજા કોઈ નહીં, પરંતુ તેની જ માતા દ્વારા કરી હોવાનું સામે આવતાં માતા પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. પ્રેમમાં અંધ બની ગયેલી માતાએ ખૂદ પ્રેમી સાથે મળીને માસૂમ દીકરાની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી.
પ્રેમ સંબંધમાં બાધારૂપ બની રહેલ છ વર્ષના બાળકની જનેતાએ જ પ્રેમી સાથે મળી કરી પોતાના બાળકની હત્યા કરી નાંખી હતી. તેમજ બાળકની હત્યા કર્યા બાદ સિમેન્ટના થાંભલા સાથે ઊંધો લટકાવી દઇ પ્રેમી નાસી છૂટયો હતો. સાવલી પોલીસે ગણતરીની મીનીટોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો. સાવલી પોલીસ હત્યારી જનેતા તેમજ પ્રેમીની ધરપડ કરી બંને હત્યારાઓને જેલ હવાલે કર્યા છે. છ વર્ષના બાળકની હત્યાથી સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ છે.
Navsari : સૂતેલા પુત્રના હાથમાં કુહાડીના ઘા મારી પિતાએ જ કરી નાંખી હત્યા, 20 વર્ષીય પુત્રની હત્યાથી હાહાકાર
નવસારીઃ ખેરગામ તાલુકાના નારણપોર ગામે ખૂબ પિતાએ પુત્રની હત્યા કરી નાંખતા હાહાકાર મચી ગયો છે. નારણપોર ગામે ઝઘડિયા ફળિયામાં પિતાએ પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ગણેશ નામના યુવકની તેના જ પિતા ભગુભાઈ પટેલે હત્યા કરી છે. વહેલી સવારમાં પુત્ર સુતો હતો એ સમયે માથામાં કુહાડીના ઘા મારી હત્યા કરી હતી.
આશરે 20 થી 21 વર્ષના પુત્રની હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ખેરગામ પોલીસે ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી છે. પોલીસે પિતાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પિતાએ પુત્રની હત્યા કયા કારણોસર કરી એ અકબંધ છે.
દિલ્લી મોડલ જોવા જઈ રહેલા ભાજપના નેતાઓને ઇટાલિયાનો ટોણોઃ 'ડેલે હાથ દઈને પાછા ન આવતા'
ગાંધીનગરઃ ગુજરાત ભાજપના 17 સભ્યોની ટીમ દિલ્લી મોડલ જોવા જઈ રહી છે. જેમાં ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાત ભાજપની આ ટીમ દિલ્લીમાં સ્કૂલ, રોડ રસ્તા, સુવિધાઓ બાબતે જાત તપાસ કરશે. મહોલ્લા ક્લિનીકની જાત તપાસ કરશે. આજે 17 સભ્યો દિલ્લી જવા રવાના થયા છે. ભાજપના નેતાઓનું આપના નેતાઓએ વ્યંગાત્મક ટ્વીટથી સ્વાગત.
ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે કે, સૌ પ્રથમ તો સ્કૂલ અને હોસ્પિટલ સહિતના મુદ્દાની રાજનીતિમાં આવવા બદલ ભાજપવાળાનું સ્વાગત. કેજરીવાલે કહ્યું કે, રાજનીતિ બદલવા આવ્યા છીએ, ત્યારે ભાજપને આમ આદમી પાર્ટીના એજેન્ડ ઉપર આગળ વધતા જોઇને ખુશી થાય છે અને જોવા ગયા જ છો તો કાંઇક શીખીને આવજો. ડેલે હાથ દઈને પાછા ન આવતા.
દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ટ્વીટ કર્યું છે કે, અખબારથી ખબર પડી કે ગુજરાત ભાજપની ટીમ દિલ્લીની સ્કૂલ-મહોલ્લા ક્લિનિક જોવા માટે આવી રહી છે. અમે ગુજરાતની આ ટીમના સ્વાગત માટે અને તેમને સ્કૂલ અને મહોલ્લા ક્લિનીક બતાવવા માટે 5 ધારાસભ્યોની ટીમ બનાવી છે. જેમાં આતિશી, સૌરભ ભારદ્વાજ, સંજીવ ઝા, કુલદીપ કુમાર અને ગુલાબ સિંહનો સમાવેશ થાય છે.