શોધખોળ કરો

Vadodara: કારને બચાવવા જતા કન્ટેનરે કાબૂ ગુમાવ્યો, છકડાને અડફેટે લેતા 10 લોકોના મોત

દરજીપુરા એરફોર્સ પાસે અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત હજુ અતિ ગંભીર છે.  ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

વડોદરાઃ દરજીપુરા એરફોર્સ પાસે અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત હજુ અતિ ગંભીર છે.  ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. દરજીપૂરા એરફોર્સની દિવાલમાં ટ્રેલર ઘૂસી ગયું હતું. ફાયર બ્રિગેડે કામગીરી હાથ ધરી છે. 

સુરતથી અમદાવાદ તરફ જતી કન્ટેનરે ફોર્ડ ફિગો ગાડીને ટક્કર મારી રોંગ સાઈડ કન્ટેનર ઘૂસતા સામેથી આવતી રીક્ષાને ટક્કર મારી એરફોર્સની દીવાલ તોડી અંદર ઘુસ્યું હતું. તમામ ઘાયલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમામ 11 ડેડ બોડી પણ સયાજી હોસ્પિટલમાં છે. સયાજી હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો રંજન અય્યર સહિત ડોક્ટરોનો સ્ટાફ નિદાન કરી રહ્યો છે. કલેક્ટર એ.બી ગોર એ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોની મુલાકાત લીધી. જિલ્લા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

વડોદરાના દરજીપુરા એરફોર્સ પાસે છકડા અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. કન્ટેનર ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રોંગ સાઈડ ઉપર ઘસી જતા સામેથી આવી રહેલા છકડાને અડફેટમાં લીધો હતો અને કન્ટેનર એરપોર્ટની દિવાલમાં ઘૂસી ગયું હતું. 

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહની કોંગ્રેસમાં થશે વાપસી? જાણો શું છે મોટા સમાચાર?

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવામાં આવી હતી. આ સમયે અર્જુન મોઢવાડિયાએ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશને લઈને મોટા સંકેત આપી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, બાપુ માટે કોંગ્રેસ માટે માર્ગ મોકળો છે અને એનો નિર્ણય બાપુ અને હાઈ કમાન્ડ કરશે. શંકરસિંહે કહ્યું કે,  એમને કહીશ કે આ ધંધા બંધ કરે કોઈ થવાનું નથી દીવાલ સાથે માથું પછાડવા જેવી બાબત છે. નાક દબાવી મોં ખોલવાનું હોય તો એ નહીં થાય. સત્યની વાત સાથે છીએ દબાવવાની કોશિશ ના કરો. 6 તારીખે વિપુલ ચૌધરી મામલે મહેસાણા કોર્ટમાં સાક્ષી માટે હાજર થવા સમાન્સ મળ્યું છે. કાયદો કાયદાનું કામ કરે છે. Nddb મામલે મેં અને અર્જુનભાઈએ વિપુલભાઈ માટે ભલામણ કેમ કરેલી એ મામલે અમારે જવાબ આપવા બોલાવ્યો છે. ભલામણ કરવી ગુનો હોય તો અમે કરી છે જે થાય એ કરી લો. એજન્સીઓ મારફતે કિન્નખીરી રાખી ડબલ એન્જીન સરકાર કાર્યવાહી કરે છે. આ છમકલું છે વિપુલ ચૌધરીએ વિસનગરથી લડવાની જાહેરાત કરી અને તેના કારણે સરકારના મંત્રીઓએ મળીને આ કાવતરું કર્યું હોય શકે. 

અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, 6 તારીખે સરકારી વકીલની સૂચનાથી કોર્ટનું સમાન્સ મળ્યું છે . એનો જે જવાબ જરૂર આપીશું પણ સરકારને અને જનતાને જનતા વતી જણાવવાનું છે. સહકારી સંસ્થાઓ છે, બીજેપીના બાપની મિલકત નથી. આપડા વડવાની મહેનત અને પરસેવો છે. વિપુલ ચૌધરીને ફસાવવામાં આવ્યા છે. 
દૂધ સાગર ડેરી એશિયા ની સૌથી મોટી ડેરી છે. બીજેપીની કુટિલતા છે અને મલાઈ ખવાની વૃત્તિના કારણે તળિયે આવી ગઈ છે . જે સહકારી આગેવાનો છે તેને શરણે થવાની વૃત્તિ ના કારણે આ થયું છે. કાયદાથી સભાસદોને ચેરમેન નિમવાના અધિકાર છે. બીજેપી બતાવે કે ચેરમેન માટે મેન્ડેટ આપનાર તમે કોણ છો. તપાસ થાય એનો વાંધો નથી. 

વિપુલ ચૌધરી શરણાગતિ નહોતા સ્વીકારતા અને ભાઉને વફાદાર હતા. અબજો રૂપિયા એક જ સોડામાં બનેલા છે અને એ ભાઉના કહેવાથી બનેલા છે. ભાઉને એમાં ઇન્ટરફીયર કરવાનો અધિકાર નથી અને એના કારણે 75 સંસ્થા ડૂબી ગઈ છે. હું ને બાપુ વિરોધ પક્ષ નેતા હતા અને હું પ્રમુખ હતો. સહકારી પ્રવૃત્તિ જાણનારને ચેરમેન બને એવી લાગણી હતી અને અમે ભલામણ કરી છે અને એના માટે 1 નહીં 10 કોર્ટમાં જાવા તૈયાર છીએ. પોરબંદર દૂધ સંઘ એ કરેલું છે, જે તે સમયના પશુપાલન વિભાગ સંડોવાયેલું હતું. 32 કરોડના પેપર પર બનાવ્યું અને 64 કરોડ માં દૂધ સંઘને પધરાવી દીધું.

મેન્ડેટનું માન્ય રાખે છે અને કમલમમાં ભોગ ધરે છે, એટલે ચાલે છે. બાપુ માટે કોંગ્રેસ માટે માર્ગ મોકળો છે અને એનો નિર્ણય બાપુ અને હાઈ કમાન્ડ કરશે, તેમ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું. 6 ઓક્ટોબર એ સરકારી વકીલની સૂચના થી કોર્ટનું સમન્સ આવ્યું છે. તેનો જવાબ અમે જરૂર થી આપીશું, સહકારી પ્રવૃત્તિ એ ભાજપના બાપની મિલકત નથી. દાયકાઓ બાદ સમગ્ર વિશ્વ માં અમુલ મોડેલ ખયતનામ બન્યું છે,જેમાં ભાજપ નું કે ભાજપના ભાઉ નું કોઈ ફાળો નથી. જે વડીલોએ પોતાનું જીવન સભાસદોના વિકાસ માટે કાર્યરત અને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે. એશિયાની સૌથી મોટી  દૂધસાગર ડેરીનો આંતરિક વિખવાદના લીધે ડેરી પાછળ રહી છે. 65 હજાર કરોડ નું ટર્ન ઓવર ધરાવતું અમુલ ની મલાઈ ખાવાની વૃત્તિ ભાજપની છે. ભજપ અને ભાઉ અમને બતાવ કે મેન્ડેટ આપનાર તમે કોણ છો?? વિપુલ ચૌધરી શરણાગતિ સ્વીકારતાં ના હતા એટલે જેલમાં ગયા. ભાઉના શરણે ના જનાર વિપુલ ચૌધરું જેલમાં ગયા છે. ભાઉના કહેવાથી અબજો રૂપિયા ભ્રષ્ટાચારના લોકોએ બનાવ્યા છે. કાયદો કાયદાનું કામ કરશે,ડો.અમૃતા પટેલ રિટાયર્ડ થાય તેની બાદ અનુભવી ને આપો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Advertisement

વિડિઓઝ

Jamnagar news: જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટયૂટ PMJAYમાંથી બહાર, 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ કાર્યવાહી
Amreli News: ગૌહત્યા કેસમાં અમરેલી સેશન્સ કોર્ટે સંભળાવ્યો ઐતિહાસિક ચુકાદો
Junagadh News: જૂનાગઢ જેલમાં બંધ એક બુટલેગરના વાયરલ થયેલા કથિત પત્રથી મચી ગયો ખળભળાટ
Red Fort Car Blast Update: દિલ્લી કાર વિસ્ફોટમાં વધુ એક શંકાસ્પદ કાર મળી
Rajkot News: રાજકોટ ગેંગવોરમાં ક્રાઈમબ્રાન્ચની કાર્યવાહી, વધુ ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
શું 69 લાખ પેન્શનર્સને નહીં મળે 8મા પગાર પંચનો લાભ? કર્મચારી સંઘે નાણામંત્રીને લખ્યો પત્ર
શું 69 લાખ પેન્શનર્સને નહીં મળે 8મા પગાર પંચનો લાભ? કર્મચારી સંઘે નાણામંત્રીને લખ્યો પત્ર
IND vs SA 1st Test Predicted XI:  અક્ષર પટેલને કરાશે બહાર, કોલકત્તા ટેસ્ટમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 1st Test Predicted XI: અક્ષર પટેલને કરાશે બહાર, કોલકત્તા ટેસ્ટમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
તુર્કીએ કનેક્શન, છેલ્લું લૉકેશન ચેન્જ..., દિલ્હી બ્લાસ્ટ સાથે જોડાયા આ મોટા રાજ જેનો થયો ખુલાસો
તુર્કીએ કનેક્શન, છેલ્લું લૉકેશન ચેન્જ..., દિલ્હી બ્લાસ્ટ સાથે જોડાયા આ મોટા રાજ જેનો થયો ખુલાસો
Embed widget