શોધખોળ કરો

Vadodara: મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, વરસાદ બાદ ફાટી નીકળ્યો રોગચાળો

Vadodara: વરસાદ બાદ વડોદરા શહેરમાં રોગચાળાની સ્થિતિ છે. અનેક લોકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગની ઝપેટમાં આવ્યા છે.

Vadodara News: વરસાદ બાદ વડોદરા શહેરમાં રોગચાળાની સ્થિતિ છે. અનેક લોકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગની ઝપેટમાં આવ્યા છે. જેને લઈ મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. લાંબી લાઈનોમાં ઉભેલા દર્દીઓની હાલત કફોડી બની છે. એસએસજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, જમનાબાઈ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે. તાવ, ઝાડા ઉલટી, ટાઈફોડ, કોલેરા, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતની બીમારીમાં લોકો સપડાયા છે. જેને લઈ કોર્પોરેશનના સબ સલામતના દાવા પોકળ સાબિત થયા છે. વરસાદી પાણી ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ થતાં રોગચાળો વકર્યો છે. ઉપરાંત વરસાદી ગટરના પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જતાં પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે.

વડોદરાની સાથે રાજકોટમાં પણ રોગચાળાએ માજા મુકી છે. વરસાદ સાથે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. સતત વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે.  ડેન્ગ્યુના 2, મેલેરિયા ના 1 કેસ સાથે તાવ શરદી ઉધરસ અને ઝાડા ઉલ્ટીના 459 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે શહેરના એક લાખથી વધુ ઘરમાં મચ્છરના પોરાનાશક કામગીરી કરી છે. રોગચાળો વધી જવાને કારણે હોસ્પિટલોમાં દૈનિક ઓપીડી ડબલ થઇ ગઇ છે. ભેજ અને મચ્છર ઉત્પતિ સમાન વિસ્તારોમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Vadodara: મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, વરસાદ બાદ ફાટી નીકળ્યો રોગચાળો

વર્તમાન સ્થિતિમાં રોગચાળાથી બચવા લોકો ઉકાળેલું પાણી પીવે તેવી આરોગ્ય વિભાગે અપીલ કરી છે. રાજકોટમાં ગત સપ્તાહ જેટલા મનપા દ્વારા રોગચાળાના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જોકે સવારથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળી છે. સરકારી આંકડા કરતા અનેક ગણો વધારે રોગચાળો જોવા મળ્યો છે.

Vadodara: મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, વરસાદ બાદ ફાટી નીકળ્યો રોગચાળો

હાલમાં જ પડેલા વરસાદને કારણે રાજકોટ-ભાવનગર હાઈવે પરના અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. અનરાધાર વરસાદના કારણે પાડાસણ અને ઉમરાળી ગામ પાણીમાં અડધા ડૂબી ગયા હતા. ગામની શેરીમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાતા લોકો જીવ બચાવવા પહેલા માળે જતા રહ્યા હતા. ખારચિયા ગામની બજારોમાં ત્રણથી પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ઘૂસતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જસદણ પંથકમાં વરસાદના કારણે જસાપર ગામમાં ભાદર નદીના પાણી ઘૂસ્યા હતા. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આટકોટ,વીરનગર,જસાપર,નવાગામ અને જીવાપર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  જીવાપર પાસેનો કણૂકી ડેમ ઓરફ્લો થયો છે.  રસ્તા પર નદીની જેમ પાણી વહેતી થતા એક ઈકો કાર પાણીમાં તણાઈ ગઈ હતી. ત્રાંબાથી વડાલી તરફના રસ્તા પર નદીના પાણી વહેતા અંદાજે 3 કલાક સુધી રસ્તો બંધ રહ્યો હતો. 

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Embed widget