Vadodara : 6 દિવસનું ગુમ થયેલું બાળક પાંચ દિવસ પછી બિહારથી મળી આવ્યું, કેટલા રૂપિયામાં વેંચ્યું બાળક?
વાઘોડિયાના ભાવનગરપુરા ગામમાંથી 6 દિવસના બાળક ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પાંચમા દિવસે બાળકને શોધવામાં જિલ્લા પોલીસને સફળતા મળી છે.
વડોદરાઃ વાઘોડિયાના ભાવનગરપુરા ગામમાંથી 6 દિવસના બાળક ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પાંચમા દિવસે બાળકને શોધવામાં જિલ્લા પોલીસને સફળતા મળી છે. બિહારના રોહતાસ જિલ્લામાં 4 લાખમાં બાળક વેચાયું હતું. જિલ્લા પોલીસે 5થી 6 લોકોની અટકાયત કરી છે.
બાળક સહીસલામત મળી આવ્યું છે. બાળકને લઈ જિલ્લા પોલીસ બિહાર થી પરત ફરી રહી છે. બાળકો વેચવા માટેની ગેંગની લિંક મળી આવી છે. 20મીની રાત્રે એટલે કે 21 મીને વહેલી પરોઢે અઢી વાગે બાળક ગુમ થયું હતું. જિલ્લા પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે.
વડોદરા જિલ્લા એસ.પી. સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું કે, ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરાઈ. હાલોલના કલ્પેશ રાઠોડ સંડોવાયેલા હતા. આર્મીમાં નરેન્દ્ર રંજનને બાળક ન થતા કલ્પેશનો સંપર્ક 5 મહિના પહેલા થયો હતો. પ્રવીણ ચુનારાએ કાળીદાસ દેવી પૂજકનો સંપર્ક કરી રમણ રઠોડીયા અને કાળીદાસ દેવી પૂજકે બાળક ઉપાડ્યું હતું. અપહરણ કરનાર કાળીદાસ અને પ્રવીણ ચુનારાની ધરપકડ કરવામાં આવી છે.
કલ્પેશને 4 લાખ આપનાર આર્મીના નરેન્દ્ર રંજન સામે પણ ગુનો નોંધાયો છે. કિડનેપિંગ, જુવેનાઇલ જસ્ટિસ 2015ની કલમનો ઉમેરો કરી ગુનો નોંધાયો છે. તાંત્રિક વિધિ સાથે સંકડાયેલા, 108 બાળકો, ખિલખિલાટના સભ્યોની પૂછપરછ કરાઈ. 8 ટીમો અને 50નો સ્ટાફ તપાસમાં જોડાયો હતો. સિમ્સ હોસ્પિટલમાં ઓપરેટર તરીકે કલ્પેશ કામ કરે છે.
નવજાત બાળક ગુમ થઇ જતાં પરિવારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતાં DYSP કલ્પેશ સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળ પર દોડી ગયા હતા અને ડોગ-સ્ક્વોડ અને FSLની મદદ લઇને બાળકની શોધખોળ શરૂ કરી હતી. સંગીતાબેન પૂનમભાઇ ટીનાભાઇ દેવીપૂજકએ 15 ઓક્ટોબરના રોજ બાળકને જન્મ આપ્યો હતો. 16 ઓક્ટોબરના રોજ સાંજે સંગીતાબેનને રેફરલ હોસ્પિટલમાંથી રજા મળતાં પોતાના ઘરે આવ્યાં હતાં.
દરમિયાન રાત્રિના બે વાગ્યાની આસપાસ માતા બાળકને પોતાની ન જોતાં હચમચી ગયાં હતાં. માતાએ પોલીસને 20 ઓક્ટોબરના રોજ રાતે તેઓ પોતાના પિતાના ઘરના આગળના ભાગે ખાટલા પર નવજાત બાળક સાથે સૂતા હતા. રાતે દોઢ વાગ્યાની આસપાસ તેમનું બાળક જાગી ગયું હતું. જોકે, બાળક સૂઇ ગયા બાદ તેઓ પણ સૂઇ ગયાં હતાં. રાતે 2 વાગ્યાની આસપાસ તેમણે પડખું ફેરવી હાથ ફેરવતાં બાળક મળી નહોતું, જેથી માતાએ બાળક મળતું ન હોવાની જાણ પરિવારને કરી આસપાસ શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં બાળકનો કોઈ પતો ન મળતાં આખરે પોલીસને જાણ કરાઇ હતી.
દિવાળી પછી શરૂ થશે ધોરણ 1થી 5ની સ્કૂલો? જાણો સ્કૂલો શરૂ કરવાની કોણે કરી માંગ?
રાજકોટઃ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા માગ કરવામાં આવી છે. ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા શિક્ષણ મંત્રીને રજુઆત કરવામાં આવી છે. કોરોનાના કેસ ઘટતા હવે સ્કૂલો શરૂ કરવા વાલીઓ માંગ કરતા હોવાનું ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું. જોકે, આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ધો. 1 થી 5ની શાળા શરૂ કરવા બાબતે આરોગ્યમંત્રીનું નિવેદન, શાળા શરૂ કરવા આરોગ્ય વિભાગે નથી આપ્યો અભિપ્રાય, બાળકોના આરોગ્યને અનુલક્ષીને અભિપ્રાય અપાશે.
ઓનલાઈન શિક્ષણથી નાના બાળકોને અસરો જોવા મળે છે. ઓફલાઈન શિક્ષણના અનેક ફાયદાઓ છે. બાળકો મોબાઈલના ગેરઉપયોગ કરી રહ્યા છે. બે વર્ષમાં બાળકોના જીવન પર અનેક અસરો થઈ છે. બાળકો ઉગ્ર થઈ ગયા હવે નાના બાળકો માટે સ્કૂલો શરૂ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. આજે 95 ટકા વિદ્યાર્થીઓ સ્કૂલે આવતા થયા છે. સાથે 1 થી 2 ધોરણના વિદ્યાર્થીઓ ક્યારેય સ્કૂલે ગયા જ નથી તો વહેલી તકે સ્કૂલો શરૂ થવી જોઈએ. જેથી નાના બાળકોનો પાયો પાકો થઈ જાય.
નોંધનીય છે કે, 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના (Offline Classes) વર્ગ શરૂ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ સુધરતા સરકારે 15 જુલાઈથી તબક્કાવાર શિક્ષણકાર્ય અનલોક કર્યું છે. જે અંતર્ગત કોલેજો અને ધોરણ 12ની સ્કૂલો (Offline Classes) શરૂ કરાયા બાદ ધોરણ નવથી 11ની સ્કૂલ (Offline Classes) શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2 સપ્ટેમ્બરથી રાજ્યની તમામ બોર્ડની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં ધોરણ છથી આઠના વર્ગોમાં (Offline Classes) શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
સ્કૂલો માટે તકેદારીના ભાગરૂપે જાહેર કરાયેલ શિક્ષણ વિભાગની એસઓપી મુજબ વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે અને ઓનલાઈન (Online Classes) શિક્ષણ પણ ચાલુ રાખવાનું રહેશે. તેમજ વિદ્યાર્થીઓને વાલીની લેખિત સંમિત બાદ જ બોલાવવાના રહેશે. આ ઉપરાંત સ્કૂલ કેમ્પસમાં બાળકો એકઠા ન થાય અને આવતા જતા સમયે એક સાથે ટોળામાં ન જાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.
સ્કૂલમાં રોજિંદી સમૂહ પ્રાર્થના તેમજ રમત ગમત અને સાંસ્કૃતિ કાર્યક્રમો આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાના રહેશે. એટલુ જ નહી ક્લાસરૂમમાં 50 ટકાની ક્ષમતામાં જ વિદ્યાર્થીઓને સોશલ ડિસ્ટસિંગ સાથે બેસાડવાના રહેશે.