(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara : પોલીસને જોઈ કોંગ્રેસના યુવા નેતાએ કાર યુ-ટર્ન લઈ હંકારી મુકી, પોલીસને પડી શંકા ને પછી......
દારૂના નશામાં ચકનાચૂર થયેલ હાલતમાં વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલને કરજણ પોલીસે ઝડપ્યો છે. કરજણ નેશનલ હાઇવે નંબર 48 , ભરથાના ટોલ પ્લાઝા પાસે કરજણ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી.
વડોદરાઃ દારૂના નશામાં ચકનાચૂર થયેલ હાલતમાં વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલને કરજણ પોલીસે ઝડપ્યો છે. કરજણ નેશનલ હાઇવે નંબર 48 , ભરથાના ટોલ પ્લાઝા પાસે કરજણ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. ટોલ પ્લાઝા પાસે વાહન ચેકીંગ દરમિયાન ભરૂચ તરફથી વડોદરા તરફ GJ 6 IC 0832 નંબરની સફેદ કાર અચાનક પરત સુરત તરફ યુ ટર્ન મારી હંકારી દેતા પોલીસને શક જતા પોલીસે પીછો કર્યો હતો.
પોલીસે હાઇવે પર આવેલી હોટલો પાર્કિંગમાં તપાસ હાથ ધરતા હાઇવે પર લાકોદરા પાટિયા પાસે સતિમાતા હોટલના પાર્કિંગ માંથી દારૂના નશામાં ચકનાચૂર થયેલ હાલતમાં વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલ મળી આવ્યો હતો. જેને કરજણ પોલીસે ઝડપ્યો હતો. વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલની ફેસબુક પર કરજણ પોલીસ વિરુદ્ધ અભદ્ર ટીંપણી, પોલીસ, SP, MLA વિરુદ્ધ ખુલ્લેઆમ દારૂ વેચાણના કર્યા આક્ષેપો. કરજણ પોલીસે પ્રોહીબિશન કલમ - ૬૬(૧)બી.મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ છે. ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ રાજસ્થાન મોડલ અપનાવશે. આરોગ્ય, કૃષિ અને સરકારી કર્મચારીઓના કેસમાં રાજસ્થાન મોડલ અપનાવવાનું વચન આપવામાં આવ્યું છે. રાજસ્થાનની જેમ જ ગુજરાતમાં જૂની પેંશન યોજના લાગુ કરવાનું કોંગ્રેસે વચન આપ્યું છે. જાન્યુઆરી 2002 બાદ નોકરી પર લાગેલ કર્મચારીઓ માટે જૂની પેંશન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ખેતી માટે ખાસ અલગ બજેટની પણ કોંગ્રેસ મેનિફેસ્ટોમાં જાહેરાત કરશે. રાજસ્થાનની જેમ જ ખેડૂતોને દિવસે વીજળી આપાવનું કોંગ્રેસ વચન આપશે. કૃષિ કનેક્શન પર પ્રતિ મહિને એક હજાર રૂપિયાની સબસિડીનું પણ કોંગ્રેસ વચન આપશે.
Ahmedabad, Gujarat | We're here to win polls. I have requested PM Modi to follow and implement the health model of Rajasthan across the country. The scheme is 'Mukhyamantri Chiranjeevi Swasthya Bima Yojana'. Their Ayushman Bharat scheme is incomplete: Rajasthan CM Ashok Gehlot pic.twitter.com/ZjWWufukNe
— ANI (@ANI) August 24, 2022
ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના CM અશોક ગેહલોતે જાહેરાત કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો રાજસ્થાન સરકારનું આરોગ્ય મોડેલ લાગુ કરાશે. મુખ્યમંત્રી ચિરંજીવી યોજનાના તર્જ પર ગુજરાતમાં આરોગ્ય યોજના લાગુ કરાશે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે એટલે જૂની પેન્શન યોજના ફરિ શરૂ કરાશે. અમે ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતાર્યા છીએ. કેટલાક લોકો ભ્રમ ફેલાવે છે કે, કોંગ્રેસ સિરિયસ નથી. આ વાત તદન ખોટી છે, રાહુલ ગાંધી ગઈ ચૂંટણીમાં 3 મહિના અહી રહ્યા હતા.
અમારો ચૂંટણી ઢંઢેરો લોકોના વિચારોને આધીન હશે. કેટલીક યોજનાઓ છે તેમાં અને ફેરફાર નહિ કરીએ, તે ચૂંટણી ઢંઢેરામાં હશે. સમગ્ર દેશમાં રાજસ્થાન સરકાર જેવી આરોગ્ય સેવાની યોજના ક્યાંય નથી. રાજસ્થાનની આરોગ્ય સેવાનું મોડેલ સમગ્ર દેશમાં લાગુ કરવા મે વડાપ્રધાન અને અમિત શાહને વિનંતી કરી છે. મુખ્યમંત્રી ચિરંજીવી આરોગ્ય યોજના.
કોંગ્રેસની સરકાર આવતા ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતા ગ્રામીણ વિસ્તારમાં સરકારી અંગ્રેજી શાળાઓ શરૂ કરવામાં આવશે. ભાજપ સરકાર અમૃત મહોત્સવમાં આગાઉની સરકારને ભૂલી ગઈ છે. 75 વર્ષના દેશના મુસાફરોને યાદ નથી કરાયા. દેશના નેતાઓ સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના મુખ્ય ચૂંટણી નિરીક્ષક અશોક ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનમાં સ્વાસ્થ્ય સેવાનું મોડલ આખા દેશમાં લાગું કરવા તેમણે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહને ભલામણ કરી હતી. રાજસ્થાનમાં 10 લાખનો સ્વાસ્થ્ય વીમો આપે છે. આ સિવાય ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ફ્રીમાં કરી આપવામાં આવશે. કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાતમાં પેટ્રોલ - ડિઝલના ભાવ ઘટાડાશે. અશોક ગેહલોતે આપ્યા મહત્વના સંકેત. મોંઘવારી પર અંકુશ મેળવવા માટેની વાતમાં આપ્યા સંકેત. તેમણે કહ્યું કે, ધારાસભ્યોને તોડવાએ ભાજપનું મોડેલ છે. સરકાર બનાવ્યા પછી પણ ધારાસભ્યો તોડે છે. દેશના ઇતિહાસમાં ક્યારેય આવું થયું ન હતું.
રેવડી તો તલ ની હોય છે, આ કેવી રેવડી આવી ગઈ છે. વિશ્વમાં પણ સમાજ કલ્યાણ યોજના હોય છે, અમે પણ સમાજ કલ્યાણની વાત કરીશું. આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે એ અંગે વધારે ના કહી શકાય.