શોધખોળ કરો

હોમ આઇસોલેશનમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને લઈને વડોદરા ભાજપે શું લીધો મોટો નિર્ણય?

કોરોના મહામારી દરમિયાન ભાજપે ટેલી મેડીસિન સુવિધા શરૂ કરી છે. ઘરે રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓને ડોક્ટરની સલાહ આપશે ભાજપ. ભાજપના ડોકટર સેલ અને વનઝોઈ કંપની દ્વારા સયુંકત રીતે સેવા અપાશે. વડોદરામાં સ્થિતિ બેકાબૂ થયા બાદ ભાજપ જાગી છે. 

વડોદરાઃ  ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. દૈનિક કેસો 6 હજારને પાર થઈ ગયા છે, જ્યારે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. મહાનગરો ઉપરાંત નાના શહેરોમાં પણ હોસ્પિટલો પણ ફૂલ થઈ ગઈ છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો હોમ આઇસોલેશન (Home isolation ) માં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ત્યારે વડોદરા ભાજપે ઘરે રહીને કોરોનાની સારવાર લઈ રહેલા લોકોને લઈને મોટો નિર્ણય લીધો છે. 

વડોદરામાં ભાજપ (vadodara bjp)ની પ્રેસ કોન્ફરન્સ યોજાશે. શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. કોરોના મહામારી દરમિયાન ભાજપે ટેલી મેડીસિન સુવિધા શરૂ કરી છે. ઘરે રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓને ડોક્ટરની સલાહ આપશે ભાજપ. ભાજપના ડોકટર સેલ અને વનઝોઈ કંપની દ્વારા સયુંકત રીતે સેવા અપાશે. વડોદરામાં સ્થિતિ બેકાબૂ થયા બાદ ભાજપ જાગી છે. 

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6690 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 67 લોકોનાં મૃત્યુ થયા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે. 

રાજ્યમાં આજે 2748 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,20,729 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 34555 પર પહોંચ્યો છે. જેમાંથી 221 લોકો વેન્ટિલેટર પર અને 34334 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.04 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત  કોર્પોરેશનમાં 22,  રાજકોટ કોર્પોરેશન-5, વડોદરા કોર્પોરેશન-4, સુરતમાં 3, બનાસકાંઠા 2, રાજકોટ 2, આણંદ 1, ભરુચ 1, છોટા ઉદેપુર  1, ગાંધીનગર 1, જૂનાગઢ 1 અને સાબરકાંઠામાં 1  મોત સાથે કુલ 67 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4922 પર પહોંચી ગયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 2251,  સુરત કોર્પોરેશનમાં 1264, રાજકોટ  કોર્પોરેશનમાં 529,   વડોદરા કોર્પોરેશનમાં 247, જામનગર કોર્પોરેશન 187, મહેસાણા 177, સુરત 177,   બનાસકાંઠા 137, વડોદરા 130, જામનગર 115, પાટણ 110, અમરેલી 98, ભરુચ 87, રાજકોટ 87, ભાવનગર કોર્પોરેશન 81, આણંદ 68,  જૂનાગઢ કોર્પોરેશન 65, મોરબી 65, પંચમહાલ 61, દાહોદ 58, કચ્છ 58, ગાંધીનગર 56, સુરેન્દ્રનગર 55,  ગાંધીનગર કોર્પોરેશન 54, જૂનાગઢ 48, ભાવનગર 47,ખેડા 46, સાબરકાંઠા 46, નવસારી 44, મહીસાગર 39, વલસાડ 32, અમદાવાદ 31, દેવભૂમિ દ્વારકા 27, ગીર સોમનાથ 23, નર્મદા 22 અને તાપીમાં 21 કેસ નોંધાયા હતા. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 84,04,128 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 11,61,722 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 95,65,850 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
Embed widget