શોધખોળ કરો

'પહેલા હત્યારાનો જનાજો નીકળે, પછી થશે અંતિમ વિધિ', માતાએ પોલીસ પર બંગડીઓ ફેંકી, -વડોદરા હત્યા કેસ

Vadodara Crime News: હત્યાની ઘટના બાદ દીકરાના મોત બાદ માતાએ આક્રંદ સાથે કહ્યું કે, પહેલા હત્યારાનો જનાજો નીકળશે પછી મારા દીકરાની અંતિમ વિધિ થશે

Vadodara Crime News: રાજ્યમાં એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદ, પાટણ બાદ હવે વડોદરામાં આજે હત્યાની ઘટના સામે આવી છે. વડોદરામાં ભાજપના નેતાના દીકરાની હત્યાનો બનાવ બન્યો છે. શહેરના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના દીકરા તપન પરમારને માથાભારે તત્વોએ હથિયારોથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ પછી પરિવારે પોલીસ અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. પરિવારે હત્યારા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. માતાએ દીકરાના મોત બાદ પોલીસ પર બંગડીઓ ફેંકી અને કહ્યું હતુ કે, જ્યાં પહેલા હત્યારાનો જનાજો નીકળશે પછી જ અંતિમ વિધિ કારશે.

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોની મદદ માટે ભાજપના પૂર્વ કૉર્પોરેટર રમેશભાઇ રાજાનો પુત્ર તપન ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન બાબર પઠાણ નામના ગુંડા માથાભારે શખ્સે તેના પર હૉસ્પિટલમાં ચાકુ વડે હુમલો કરી દીધો હતો. તે ત્યાં જ ઢળી પડ્યો હતો. સારવાર દરમિયાન તબિબોએ તપનને મૃત જાહેર કર્યો હતો. 

હત્યાની આ ઘટના બાદ ભાજપના નેતાઓ મેયર, શહેર ભાજપ પ્રમુખ, વાડીના ધારાસભ્ય, સ્થાનિક કૉર્પોરેટર સહિતના સ્થાનિકો મોટી સંખ્યામાં પોલીસ મથક પહોંચ્યા છે. અને પોલીસની હાજરીમાં બનેલી ઘટના સામે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આ મામલે શહેરના કારેલીબાગ અને રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

હત્યાની ઘટના બાદ દીકરાના મોત બાદ માતાએ આક્રંદ સાથે કહ્યું કે, પહેલા હત્યારાનો જનાજો નીકળશે પછી મારા દીકરાની અંતિમ વિધિ થશે. પોલીસની હાજરીમાં આરોપીએ મારા પુત્રને મારી નાંખ્યો, તો તે કેમ જોયા કર્યો હતો. મારો એકનો એક છોકરો હતો. તેના લગ્ન કરવાના હતા, હવે હું તેને કેવી રીતે પાછો લાવીશ. આ દરમિયાન માતાએ પોલીસ પર બંગડીઓ ફેંકી હતી અને કહ્યું હતુ કે, પહેલા હત્યારાનો જનાજો નીકળશે. પછી મારા પુત્રની અંતિમ વિધી થશે. આરોપીને ફાંસીની સજા આપવી જોઇએ. મૃતદેહ એસએસજી હૉસ્પિટલમાં જ રાખવામાં આવશે. 

મૃતકની માતાએ મીડિયાને જણાવ્યું કે, હુમલો થયો અને વાગ્યું એટલે મારા ઘરેથી છોકરો આવ્યો હતો. મેં તેને ઘરે બોલાવ્યો હતો. તે બાદ તેણે મને કહ્યું મમ્મી બે-ત્રણ જણાને વાગ્યું છે, તેની સારવાર માટે હું જાઉં છું. ત્યાર બાદ તે ગયો હતો. બાદમાં ઇજાગ્રસ્તોની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી. તેવામાં પોલીસવાળા ની જોડે તે (આરોપી) આવ્યો હતો. પોલીસવાળા તેનો હાથ પકડીને તેને લઇ જાય છે. તેમાં આરોપી (બાબર ખાન) ની પત્ની તથા અન્ય મહિલાઓ બુરખો પહેરીને આવી હતી. તેણે તેના (આરોપી) હાથમાં ચાકુ લાવીને આપ્યું હતું. બાદમાં આરોપીએ મારા છોકરાને બે-ત્રણ જગ્યાએ ચાકુ મારી દીધું હતું. મારો દિકરો ત્યાં જ ઢળી પડ્યો હતો. પોલીસ વાળા આવી કેવી રીતે મારવા દે, આ કેવું કૃત્ય કહેવાય. મારી માંગ છે કે, આરોપીને ફાંસી આપો. મારો દિકરો જ મારો સહારો અને આધાર હતો. તેને લઇને જ હું જીવતી હતી. આજે મારો એકનો એક છોકરો ગયો છે, આ કૃત્યમાં બેજવાબદારી દાખવતા પોલીસ જવાનોને પણ કડકમાં કડક સજા કરવી જોઇએ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Prantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Embed widget