શોધખોળ કરો

Vadodara માં બેફામ બન્યા સ્ટંટબાજો, કારમાં સ્ટંટ કરનારા પાંચ આરોપીઓની પોલીસે કરી અટકાયત

Vadodara: આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી.

Vadodara: વડોદરામાં સ્ટંટબાજો બેફામ બન્યા હતા. શહેરમાં કેટલાક નબીરાઓ કારમાં સ્ટંટ કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને પગલે વડોદરા પોલીસે કાર્યવાહી કરી હતી.  મળતી માહિતી અનુસાર, શહેરમાં બેફામ બનેલા નબીરાઓને કારમાં સ્ટંટ કરવા ભારે પડ્યા હતા. જોખમી રીતે કાર બેફામ ચલાવનારા પાંચ આરોપીઓની પોલીસે અટકાયત કરી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી.

Vadodara માં બેફામ બન્યા સ્ટંટબાજો, કારમાં સ્ટંટ કરનારા પાંચ આરોપીઓની પોલીસે કરી અટકાયત

પોલીસે વીડિયોના આધારે પાંચેય શખ્સની ઓળખ કરી લીધી અને તેઓની અટકાયત કરાઇ હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો પાંચ પૈકી ત્રણ આરોપીઓ સગીર હતા જ્યારે અન્ય બેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઓમ પંડ્યા અને દીપ ત્રિવેદી નામના આરોપીની ધરપકડ કરી હતી. એટલું જ નહી આરોપીઓ ધાક જમાવવા માટે કારમાં એક્સ MLA લખેલું બોર્ડ રાખીને ફરતા હતાં. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ કાર માલિની દેસાઈના નામે છે. આવી કોઈ વ્યકિત પૂર્વ ધારાસભ્ય જ ન હોવાથી એક્સ MLAના બોર્ડનો ખોટા ઉપયોગની કલમ પણ ઉમેરવામાં આવી હતી. વીડિયોમાં દેખાતી અન્ય કારની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

કાર માલિની દેસાઈનો ભત્રીજો ઓમ પંડ્યા ચલાવતો હતો. માલિની દેસાઈ કે ઓમ પંડ્યાના પરિવારમાં કોઈ ધારાસભ્ય જ નથી. રોફ જમાવવા માટે એક્સ MLAનું બોર્ડ લગાવીને ફરતા હતા. એક્સ MLAના બોર્ડનો ખોટો ઉપયોગ કરવા મામલે પણ કલમ ઉમેરવામાં આવી હતી. વીડિયોમાં દેખાતી અન્ય કારની પણ તપાસ કરવામાં આવી રહી છે. બંન્ને આરોપીઓ કોલેજમાં અભ્યાસ કરે છે. બંન્ને સામે અગાઉ કોઇ ગુનો નોંધાયો નથી.

નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં પણ સુરતના સરથાણામાં જીપના બોનેટ પર ચઢી સ્ટંટ કરનારા બે સગીરની પોલીસે અટકાયત કરી હતી. શહેરના સરથાણા વિસ્તારમાં જીપના બોનેટ પર ચડી સગીરે સ્ટંટ કરીને જીવ જોખમમાં મુક્યો હતો. ત્રણ મહિના પહેલાનો આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે સ્ટંટબાજ સગીરોની અટકાયત કરી હતી.

સરથાણામાં નવજીવન હોટલ પાસે પેન્ટા સ્કાય બિલ્ડિંગ પાસે એક જીપના બોનેટ પર ચઢી એક સગીર સ્ટંટ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જીપના બોનેટ પર સગીર ચલાવતો હતો. પોલીસે જીપ માલિક અને સ્ટંટ બાજની અટકાયત કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget