શોધખોળ કરો

Vadodara : આરોપી રાજુ ભટ્ટે પીડિતા સાથે આચર્યું હતું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, એકથી વધુ વખત ગુજાર્યું દુષ્કર્મ

પોલીસે IPC 376 ( એન ) ( કે ) એટલે કે એક જ યુવતી ઉપર એકથી વધુ વખત દુષ્કર્મ ગુજારવાની કલમ પણ ઉમેરી છે. આરોપી રાજુ ભટ્ટને નિસર્ગ કોમ્પલેક્ષમાં લઈ જઈ પોલીસ આજે રીકન્સટ્રકશન કરશે.

વડોદરાઃ વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં મોટો ધડાકો થયો છે. આરોપી રાજુ ભટ્ટે પીડિતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પીડિતાના નિવેદનના આધારે મૂળ ફરિયાદમાં પોલીસે IPC 377ની કલમ ઉમેરી છે. પોલીસે IPC 376 ( એન ) ( કે ) એટલે કે એક જ યુવતી ઉપર એકથી વધુ વખત દુષ્કર્મ ગુજારવાની કલમ પણ ઉમેરી છે. આરોપી રાજુ ભટ્ટને નિસર્ગ કોમ્પલેક્ષમાં લઈ જઈ પોલીસ આજે રીકન્સટ્રકશન કરશે.

ગઈ કાલે આરોપી રાજુ ભટ્ટને ક્રાઈમ બ્રાન્ચે  કોર્ટમાં રજૂ કર્યો હતો. તેમજ પોલીસે આરોપી રાજુ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 3 ઓકટોબર બપોરે 1 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં મુદ્દા રજૂ કર્યા હતા કે, 4 સપ્ટેમ્બરના રોજ રાજુએ દુષ્કર્મ કરેલું એ રૂમમાં સ્પાઈ કેમેરા લાગેલા હતા. કોણે લગાવ્યા હતા તે તપાસનો વિષય છે. 5 સપ્ટેમ્બરે દુષ્કર્મના ફોટા વાયરલ કરેલા એ કોણે કર્યા, સહારા ઇન્ડસ્ટ્રીઝ ડિલ મામલે પણ તપાસ કરવાની છે, કોને સાથે રાખી સમાધાન ના પ્રયાસ કર્યા , કોણે કોણે આશરો આપ્યો એ તાપસ કરવાની છે. 14 દિવસ ના રિમાન્ડની માંગ કરાઈ.

બીજી તરફ આરોપીના વકીલે દલીલ કરી કે, રિકન્સ્ટ્રકસન ક્યારે થાય ? આરોપી બળાત્કાર કરવાની વાત નકારી કાઢી છે તો 14 દિવસ ના રિમાન્ડ કેમ ? બળાત્કાર પહેલા સ્પાઈ કેમેરા કોણે લગાવ્યા ? તે પોલીસ એ શું તપાસ કરી. યુવતીએ તેના કપડાં ફાડી નાંખ્યાની અને માર મારયાની હકીકત પોલીસને જણાવી હતી.

પોલીસે રજૂઆત કરી કે, હાઈ પ્રોફાઈલ દુશ્કર્મ મામલામાં સહારા ઈન્ડસ્ટ્રીની જમીનનું કનેક્શન. યુવતીને સહારાની ડીલમાં ભાગ આપવાની લાલચ અપાઈ. આરોપીના વકીલે રજૂઆત કરી કે, રેકોર્ડિંગ શા માટે કર્યું, કોણે કર્યુ તે પોલીસે તપાસ કરી જ નથી. યુવતીને રાજુ ભટ્ટનો મોબાઈલ નંબર પણ ખબર નથી. આ ફોટા ફરીયાદીએ વાયરલ નથી કર્યા, કોણે ફોટા વાયરલ તે પોલીસે તપાસ કરવી જોઈએ. સહારાની ડિલ થઈ જ નથી. કોઈ પુરાવા યુવતીએ આપ્યા નથી. પોલીસને કેમ સહારાની ડિલમાં રસ છે. સહારા ડિલમાં રાજુ ભટ્ટને કોઈ જ લેવા દેવા નથી.

આ સાથે આરોપી રાજુ ભટ્ટના સ્પર્મ સેમ્પલ લઈને તપાસ માટે સુરત FSLમાં મોકલાયા છે. જૂનાગઢથી પકડાયા પછી પોલીસ પૂછપરછ માં આરોપી રાજુ ભટ્ટે પોલીસ સમક્ષ અનેક કબૂલાત કરી છે. રાજુ ભટ્ટ પીડિતાને આજવા રોડ પરના ડવડેક એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો.  ડવડેક એપાર્ટમેન્ટમાં શારીરિક સંબંધ બાંધ્યાની પણ કબૂલાત કરી હતી.  જોકે સહમતીથી સંબંધ બંધાયાનું રટણ રાજુ ભટ્ટ કરી રહ્યો છે. 

વડોદરા શહેરથી દુર આજવા ચોકડી પર ડવડેક એપાર્ટમેન્ટ આવેલુ છે. આ સાથે હારમની હોટેલ અને નિસર્ગ ફ્લેટમાં પણ શારીરિક સંબંધ બાંધ્યાનો સ્વીકાર રાજુ ભટ્ટે પોલીસ સમક્ષ કર્યો છે. રાજુ ભટ્ટ જૂનાગઢથી પકડાયા બાદ વડોદરા લવાયો હતો. આજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગ કરાશે, જે બાદ તમામ જગ્યાઓએ રિકન્સ્ટ્રકસન માટે લઈ જવાશે.

આરોપી રાજુ ભટ્ટને ભગાડવાનું કાવતરું રણોલીમાં ઘડાયું હતું. રાજકીય અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પેટ્રોલ પંપ પર કાવતરું ઘડાયું હતું. રાજુ ભટ્ટ અને કાનજી મોકરિયાની ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પેટ્રોલ પંપ પર મિટિંગ થઈ હતી. મિટીંગમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાછળથી જોડાયા હતા.
ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મામલાની પતાવટ કરવા પણ મયંક બ્રહ્મભટ્ટને કહ્યું હતું. પોલીસ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આરોપી બનાવશે કે નહિ? તે ચર્ચાનો વિષય છે. 

બીજી તરફ પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘે SITની રચના કરી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં મહિલા અધિકારી સહિત ત્રણ ACPનો સમાવેશ કર્યો છે. મહિલા એસીપી અમિતા વાનાણી, એસીપી ડી.એસ.ચૌહાણ, એસીપી હાર્દિક માંકડિયા અને પીઆઈ વી આર ખેરનો સમાવેશ કર્યો છે. એસીપી અમિતા વાનાણી પીડિતાની પૂછપરછનું મોનીટરીંગ કરશે. જોકે, હજુ આ કેસનો અન્ય આરોપી અશોક જૈન ફરાર છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget