વડોદરાઃ પત્નીના બેડરૂમમાંથી કઢંગી હાલતમાં ઝડપાયો GST અધિકારી, 'તારી પત્ની સાથે મારા આડા સંબંધ છે, તારાથી થાય તે કરી લે'
મૂળ હરિયાણાના અને વડોદરા ખાતે રહેતા પ્રકાશભાઈ(નામ બદલ્યું છે) જીએસટી ઇન્સ્પેક્ટર છે. બે વર્ષ પહેલા તેમને સહકર્મી એવી યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. આથી બંનેએ લગ્ન કરી લીધા હતા.
વડોદરાઃ શહેરના તાંદલજા વિસ્તારમાં પત્નીના બેડરૂમમાંથી જીએસટીનો અધિકારી કઢંગી હાલતમાં મળી આવતા હોબાળો મચી ગયો હતો. પતિએ જીએસટી અધિકારીને આ અંગે પૂછતરાં પતિને લાફો મારી દીધો હતો અને કહ્યું હતું કે, તારી પત્ની સાથે મારા આડા સંબંધ છે. તારાથી જે થાય તે કરી લે અને જો અમારી બંને વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશું. આ અંગે પતિએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ હરિયાણાના અને વડોદરા ખાતે રહેતા પ્રકાશભાઈ(નામ બદલ્યું છે) જીએસટી ઇન્સ્પેક્ટર છે. બે વર્ષ પહેલા તેમને સહકર્મી એવી યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. આથી બંનેએ લગ્ન કરી લીધા હતા. જોકે, બંને વચ્ચે તકરાર થતાં અલગ રહેતા હતા. પત્ની તાંદલજા વિસ્તારમાં રહેતી હતી. અલગ રહેતી પત્નીના ઘરે યુવકોની અવર-જવર રહેતી હોવાથી પતિએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પત્નીએ તેને ખોટા કેસમાં ફસાવી દેવીની ધમકી આપી હતી
દરમિયાન તેના ઘરે પહોંચેલા પતિએ પત્નીના ઘરનો દરવાજો ખટખટાવતા પત્નીએ દરવાજો ખોલ્યો હતો. આ સમયે પત્નીના બેડરૂમમાં જીએસટી ઉચ્ચ અધિકારી કઢંગી હાલતમાં સૂતેલા મળી આવ્યા હતા. જેને આ અંગે પૂછપરછ કરતાં મામલો બીચક્યો હતો. તેમજ તેમણે પતિને તેના સાહેબ હોવાનું કહીને લાફા માર્યા હતા. એટલું જ નહીં જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની પતિએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
રાજકોટ નિરાલી રિસોર્ટ આગઃ ત્રણ લોકોના મોત, હજુ 5 લોકો સારવાર હેઠળ
રાજકોટઃ કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં પાછળ આવેલ રહેણાક રૂમમાં ચાર દિવસ પહેલા ભેદી સંજોગોમાં લાગેલી આગમાં કેટરિંગ કામ કરતા 8 કર્મચારીઓ દાઝ્યા હતા. જેમાંથી ત્ણ કર્મચારીઓનો મોત થયા છે. જ્યારે હજુ પાંચ લોકો સારવાર હેઠળ છે. પોલીસ તપાસમાં ઓરડીમાંથી દારૂની બોટલો પણ મળી હતી.
આ આગ મામલે રાજકોટના નિરાલી રિસોર્ટમા કામ કરતા કર્મચારીએ કહ્યું હતું કે, દાઝેલા લોકો દરવાજાને લાત મારતા હતા. દાઝેલા લોકો ગભરાઈ ગયા હોવાથી ઊંઘો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા હતા. આગ સમયે હાજર ચન્દ્રસિંગ બિસ્તએ જણાવ્યું દરવાજો ખુલો જ હતો. બચાવ કામગીરી સમયે દરવાજો ખોલનાર કર્મચારીએ નિવેદન આપ્યું હતું.
આ આગની ઘટના પછી તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગ લાગી કે કોઈએ લગાડી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી છે. જોકે, હજુ તેનો ભેદ ઉકેલી શકાયો નથી. દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપરના વતની છે. આગ લાગ્યા સમયે દરવાજો બહારથી બંધ હોવાનું ભોગ બનનારનું રટણ છે.
આગ લગાડવામાં આવી છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે. આગ લાગી એ સમયે બહાર દરવાજો કોને બંધ કર્યો તેની પણ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા FSLની મદદ લેવામાં આવી હતી. આગ લાગી કે લાગવાઈ FSL રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશે.