Vadodara Husband Murder : પત્નીએ શંકાશીલ પતિને ગળા પર માર્યો લોખંડનો પાઇપ, પછી કરંટ આપતાં મોત
વડોદરામાં પત્નીએ પતિની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. ત્યારે આ હત્યાને લઈને એસીપી ધર્મેન્દ્ર ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વીએમસી કવાટર્સમાં રહેતા દંપતી રહેતું હતું.
વડોદરાઃ વડોદરામાં પત્નીએ પતિની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. ત્યારે આ હત્યાને લઈને એસીપી ધર્મેન્દ્ર ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વીએમસી કવાટર્સમાં રહેતા દંપતી રહેતું હતું. 20 વર્ષથી નવીનભાઈ બેકાર હતા. પત્ની રંજનબેન કચરા પોતું કરી ગુજરાન ચલાવતા હતા. રાત્રીના દોઢ કલાકે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો.
રંજનબેને પતિના ગળા પર લોખંડના પાઇપથી ફટકો માર્યો હતો. ઇલેક્ટ્રિક વાયરથી શૉક આપતા પતિનું મોત નીપજ્યું છે. હાલ આરોપી રંજનબેન ની ધરપકડ કરી લેવામાં આવી છે. બાળકો ભૂલ કરેતો પતિ તેમને ખૂબ લડતો હતો અને પત્ની ના ચારિત્ર્ય પર શંકા ને કારણે પત્ની ત્રાસી ગઈ હતી. છાણી જકાતનાકા વિસ્તારના વી.એમ.સી ફ્લેટના મકાનમાં ઘટના બની છે.
35 વર્ષીય નવીન વાળંદનું પત્ની રંજનબેને હત્યા કરી છે. હત્યા બાદ રંજનબેને જ પોલીસને ફોન કર્યો હતો. ફતેહગંજ પોલીસે હત્યા કરનાર રંજનબેનની ધરપકડ કરી છે. બે નાના બાળકોની માતાએ આવેશમાં આવી લીધેલું પગલું બાળકોની જિંદગી મુસીબતમાં મૂકી. મૃતક નવીનભાઈ વાળંદના મૃતદેહને પી.એમ માટે એસ.એસ.જી હોસ્પિટલ ખસેડવાની કામગીરી પોલીસે હાથ ધરી.
Muharram 2022 : જામનગરમાં તાજીયાની રાતે વીજશોક લાગતાં બેના મોત, 10થી વધુ લોકો ઘાયલ
જામનગરઃ તાજીયાની રાતે વીજશોટ લાગતા દસથી વધુ લોકોને ઇજા પહોંચી છે. શહેરના ધરારનગર વિસ્તારમાં ગત રાત્રીના સમયે ઘટના બની વીજશોક લગતા બે વ્યક્તિઓના મોત થયા છે. ઇજાગ્રસ્ત થયેલ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. શહેરમાં ગોઝારી દુર્ઘટના બનતા SP પ્રેમસુખ ડેલુ જી જી હોસ્પિટલે પહોંચ્યા હતા. કઈ રીતે આ ઘટના બની તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
સોમવારે મધરાતે તાજિયાના જુલૂસ કાઢતી વખતે દુર્ઘટના સર્જાઈ ગઈ હતી. તાજિયાના ઉપરના ભાગે વીજવાયર અડી જવાથી શોર્ટ સર્કિટ ઘટી હતી. ઘાયલ થયેલા સંખ્યાબંધ લોકોને જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન વીજકરંટ લાગેલા બે યુવકનાં મોત થયા હતા, જ્યારે અન્ય 12 જેટલા યુવકને સારવાર આપવામાં આવી રહી છે.
વીજકરંટથી ઘાયલ થયેલા યુવકોને મધરાતે જ યુદ્ધના ધોરણે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન આસિફ યુનુસભાઈ મલેક (ઉ.વ. 23, રહે. ધરારનગર) અને મહંમદ વાહીદ (ઉ.વ. 25)નાં મોત થયા હતા.બનાવની જાણ થતા જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘટના કેવી રીતે બની તે સહિતની વિગતો મેળવીને જરૂરી કાર્યવાહી કરવા પોલીસ અધિકારીને સૂચના આપી હતી.