શોધખોળ કરો
Vadodara : મુંબઈની યુવતીને હોટલોમાં લઈ જઈને યુવકે બાંધ્યા શરીરસંબંધ ને પછી.....
એન્જીનીયર યુવકે મુંબઈની યુવતીને લગ્નની લાલચ આપીને અલગ અલગ હોટલમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, હવે લગ્નનો ઇનકાર કરી દેતાં વડોદરા,આણંદ અને ગાંધીનગરની હોટલમાં લઇ જઇને શારીરિક સંબંધ બાંધનાર યુવાન સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
![Vadodara : મુંબઈની યુવતીને હોટલોમાં લઈ જઈને યુવકે બાંધ્યા શરીરસંબંધ ને પછી..... Vadodara : Mumbai girl police complaint against lover Vadodara : મુંબઈની યુવતીને હોટલોમાં લઈ જઈને યુવકે બાંધ્યા શરીરસંબંધ ને પછી.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/10/184fbf7ddb69758e08ae1765f7391a30_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
વડોદરાઃ મુંબઈની યુવતી અને આણંદનો યુવક ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા હતા. આ પછી પરિચય આગળ વધતા બંને વાતચીત કરતા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવકના સંપર્કમાં આવ્યા પછી મુંબઈની યુવતીએ આણંદમાં જ કોલ સેન્ટરમાં નોકરી શરૂ કરી હતી. આ દરમિયાન એન્જીનીયર યુવકે મુંબઈની યુવતીને લગ્નની લાલચ આપીને અલગ અલગ હોટલમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
જોકે, હવે લગ્નનો ઇનકાર કરી દેતાં વડોદરા,આણંદ અને ગાંધીનગરની હોટલમાં લઇ જઇને શારીરિક સંબંધ બાંધનાર યુવાન સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. યુવતીને લગ્ન કરવાનો ભરોસો આપી શારીરિક સંબંધ બાંધ્યા પછી યુવકે લગ્ન નહીં કરી તરછોડી દીધી હતી. જેથી યુવતીએ નોંધાવેલી ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી ઝડપી પાડી કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)