Crime News : વડોદરાની નફીસાના આત્મહત્યા કેસમાં તેના પ્રેમી વિશે મોટો ઘટસ્ફોટ થયો, જાણો સમગ્ર વિગત
Vadodara Nafisa Khokhar Suicide case : શબનમે કહ્યું એક નફીસા અને રમીઝ બંને પતિ-પત્નીની જેમ જ રહેતા હતા.
Vadodara : ગુજરાતમાં વધુ એક આયશાનો ભોગ લેવાયો છે. પ્રેમપ્રકરણમાં વડોદરાની નફીસા ખોખરે આત્મહત્યા કરી છે. નફીસાએ આયશાની જેમ જ આત્મહત્યા કરતા પહેલા વિડીયો બનાવ્યો હતો. નફીસાએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હવે આ આત્મહત્યા કેસમાં નફીસાના પ્રેમી વિશે મોટો ઘટસ્ફોટ થયો છે.
5 વર્ષથી લિવઈનમાં રહેતા હતા નફીસા અને રમીઝ
નફીસા ખોખરના આત્મહત્યા કેસમાં નફીસાના પ્રેમી વિશે એક યુવતીએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ યુવતી નફીસા અને રમીઝની ખુબ નજીક છે, કારણ કે શબનમ નામની આ યુવતી નફીસા અને રમીઝ જે ઘરમાં ભાડે રહેતા હતા તેમાં જ ભાડે રહેતી હતી. શબનમ તેના પતિ સાથે તો નફીસા તેના પ્રેમી શેખ રમીઝ અહેમદ સાથે એક જ ઘરમાં ભાડેથી રહેતા હતા.
નફીસાની આત્મહત્યા અંગે તેના પ્રેમી વિશે શબનમે મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું કે નફીસા અને રમીઝ બંને 5 વર્ષથી લિવઈન રિલેશનમાં રહેતા હતા. બંને પતિ- પત્નીની જેમ રહેતા હતા. શબનમે એ પણ સ્પષ્ટ કહ્યું કે નફીસાની આત્મહત્યા પાછળ રમીઝ જવાબદાર છે.
ઉલ્લેખનીય છે કે રમીઝે લગ્ન કરવાની લાલચ આપી નફીસા સાથે લિવઈનમાં રહ્યો હતો એ આવી ચુકી છે. લિવઈન દરમિયાન રમીઝે નફીસાનું શારીરિક શોષણ કર્યું હોવાના પણ આક્ષેપ લાગ્યા છે. જો કે બાદમાં રમીઝે લગ્ન કરવાની ના પડતાં નફીસા આઘાતમાં સરી પડી હતી અને આ કારણે જ તેણે આત્મહત્યા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અને આ વાતને શબનમના નિવેદનથી વધુ બળ મળી રહ્યું છે.
નફીસાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
અમદાવાદમાં બે વાર આત્મહત્યાનો પ્રયત્ન કરનાર નફીસાએ ગત 20 તારીખના રોજ તેના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. હોસ્પિટલ લઈ જતા ડોક્ટરો એ તેને મૃત ઘોષિત કરી હતી. આ નાગે શબનમે પોલીસને આપેલા નિવેદનમાં આ આત્મહત્યામાં પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું. નફીસાના પી.એમ રિપોર્ટમાં પ્રાથમિક તારણ આત્મહત્યા આવ્યું.
પોલીસ તપાસમાં મોબાઈલમાંથી યુવતીએ બનાવેલા વિડીયો સામે આવ્યા. સુસાઇડ નોટ નથી મળી. યુવતી છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતી હતી.પોલીસે આ કેસમાં અકસ્માતે મોતની એ.ડી દાખલ કરી છે પરિજનોના નિવેદન લીધા છે અને ખાનગી રાહે વડોદરા પોલીસે અમદાવાદમાં યુવક ની તપાસ હાથ ધરી છે.