School Closed in Vadodara: વડોદરા જળમગ્ન, ગુરુવારે સ્કૂલોમાં જાહેર કરવામાં આવી રજા
વડોદરા શહેરમાં આજે સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે શહેરની શાળાઓ અને કોલેજો વહેલી છોડી દેવામાં આવી હતી.
Vadodara News: ભારે વરસાદના કારણે વડોદરામાં સ્થિતિ વિકટ બની રહી છે. વડોદરાના છાણી વિસ્તારની દુકાનોમાં પાણી ભરાયા છે. અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વરસાદના કાણે પાણી ભરાતા વડોદરામાં અનેક ઠેકાણે ટ્રાફિક જામ થયોછે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે શાળાઓ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. વડોદરા શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓને સૂચના આપવામાં આવી છે.
વડોદરા શહેરમાં આજે સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે શહેરની શાળાઓ અને કોલેજો વહેલી છોડી દેવામાં આવી હતી. જોકે વરસાદના કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના કારણે શાળાઓમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે સ્કૂલોમાં વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોને પહોંચવામાં પણ તકલીફ પડી હતી. શહેરમાં કેટલીક જગ્યાએ સ્કૂલ વર્ધીના વાહનો રસ્તામાં જ બંધ પડતા બાળકો અટવાઈ ગયા હતા. શહેરમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી સ્કૂલોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શાળા સંચાલકોએ વાલીઓને ફોન કરી કરીને કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકીને તેમના બાળકોને લઈ જવા માટે અપીલ કરી હતી.
હાલ વડોદરાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. છાણી, નિઝામપુરા, સયાજીગંજમાં ઘરોમાં પાણી ઘૂસ્યાછે. હરીનગર પાંચ રસ્તાથી રાજેશ ટાવર સુધી પાણી જ પાણી છે. સુભાનપુરામાં જળબંબાકારની સ્થિતિ છે. કારેલીબાગથી પાણી ટાંકી રોડ, સંગમ ચાર રસ્તા, વારસિયા રિંગ રોડ પર પાણી ભરાયા છે.
વડોદરામાં ચારેકોર પાણી જ પાણી
કોર્પોરેટર JCBમાં સવાર થઈ લોકોની મદદે પહોંચ્યા છે. વડોદરાના રસ્તાઓ પર વાહનો ડૂબ્યા છે. રસ્તાઓ પર મોંઘીદાટ ગાડીઓ પાણીમાં ડૂબી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડે છે. વરસાદના કાણે પાણી ભરાતા વડોદરામાં અનેક ઠેકાણે ટ્રાફિક જામ થયોછે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં 3થી 6 ફૂટ સુધી પાણી ભરાયા છે. વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. રસ્તાઓ પર દરિયા જેવો માહોલ સર્જાયો છે. GIDCના કર્મચારીઓને ઘરે પહોંચી જવા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત મૂશળધાર વરસાદથી ઈમર્જન્સી કંટ્રોલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. વડોદરામાં SDRF, NDRFની ટીમ સ્ટેંડબાય રાખવામાં આવી છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઇને મોટી આગાહી કરી છે. તેમને આગાહી કરતાં જણાવ્યુ કે, કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે, હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. વરસાદી ધરી ઉત્તરીય-પૂર્વિય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે. બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઇ રહ્યું નથી. હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થયો છે. પેસિફિક મહાસગર પર વાદળો હાલમાં નહીવત છે, ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહીવત દેખાઇ રહ્યાં છે. વાયુ મંડળમાં એટમૉસ્ટફિયરિક વેવ નબળી દિશામાં છે.
24-25 જુલાઈની આગાહી
રાજ્યમાં આગામી બે દિવસ રાજ્યમાં અતિભારે આગાહી કરતાં હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 16થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, અરવલ્લી સહિતના જિલ્લામાં ધીમીધારે વરસાદી માહોલ છવાયેલો રહેશે