શોધખોળ કરો
Advertisement
Vadodara: સ્કૂલ ખુલ્યા બાદ વધુ એક શિક્ષક કોરોનાની ઝપેટમાં, પાંચ દિવસ માટે શાળા બંધ
ગઈકાલે રાજ્યમાં 575 નવા કેસ નોંધાયા હતા જ્યારે 459 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4415 લોકોના કોરોનાથી મોત થયા છે.
સ્કૂલ ખૂલ્યા બાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવવાનો સીલસીલો યથાવત છે. વડોદરામાં વધુ એક સ્કૂલના શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સુભાનપુરામાં આવેલી નૂતન વિદ્યાલયના શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. જેને પગલે પાંચ દિવસ માટે સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે. છેલ્લા 10 દિવસમાં વડોદરા શહેરની ત્રીજી સ્કૂલમાં વધુ એક શિક્ષક કોરોના સંક્રમિત થતા વાલીઓ, શિક્ષકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગઈકાલે રાજ્યમાં 575 નવા કેસ નોંધાયા હતા જ્યારે 459 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4415 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 265831 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.24 ટકા પર પહોંચ્યો છે. હાલ 3140 એક્ટિવ કેસ છે, જેમાંથી 46 લોકો વેન્ટિલેટર પર અને 3094 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 127, સુરત કોર્પોરેશન 125, વડોદરા કોર્પોરેશનમાં 70, રાજકોટ કોર્પોરેશન 58, સુરત-20, ભાવનગર કોર્પોરેશન 15, આણંદ 14, રાજકોટ 13, વડોદરા-12, મહેસાણા 11, કચ્છ-10, ખેડા 9, દાહોદ, જામનગર કોર્પોરેશન અને સાબરકાંઠામાં 8-8 કેસ નોંધાયા હતા.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 14,09,244 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 3,41,437 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 45,974 લોકોને રસી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion