શોધખોળ કરો
19 દિવસમાં 160 દર્દીઓના મોત, દર્દીઓ ક્યાંના હોવાનો વડોદરાના OSD વિનોદ રાવે કર્યો દાવો?
વડોદરાના ઓેએસડી વિનોદ રાવે બહારના જિલ્લાના મૃતકોનું એક લિસ્ટ બહાર પાડ્યું છે. 19 દિવસમાં કોરોનાથી વડોદરા બહારના જીલ્લાના 160 દર્દીઓના મોત થયા છે.

પ્રતિકાત્મક તસવીર.
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સાથે સાથે મૃત્યુઆંક પણ સતત વધઈ રહ્યો છે. ત્યારે વડોદરાના ઓેએસડી વિનોદ રાવે બહારના જિલ્લાના મૃતકોનું એક લિસ્ટ બહાર પાડ્યું છે. 19 દિવસમાં કોરોનાથી વડોદરા બહારના જીલ્લાના 160 દર્દીઓના મોત થયા છે. સ્મશાનમાં આવતા મૃતદેહો બહારના જીલ્લાના હોવાનું કહી વડોદરાનો મૃત્યુઆંક ઓછો દેખાડવાનો પ્રયાસ કરાયો છે. 19 દિવસમાં બીજા જીલ્લાના 160 દર્દીના મોત થયા તે ચિંતાનો વિષય છે. માર્ચથી જુલાઈ સુધીમાં ખાસવાડી સ્મશાન અને માતરીયા કબ્રસ્તાનમાં 600 મૃતદેહો આવ્યા હોવાની ચર્ચા છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી 147 મૃત્યુઆંક કજાહેર કર્યો છે.
વધુ વાંચો





















