શોધખોળ કરો
વડોદરાઃ મુંબઈની મોડલે NRI યુવક સાથે કર્યું લગ્નનું નાટક ને પછી...., જાણીને ચોંકી જશો
NRI યુવક મિતેષ વાઘેલા લગ્નનું નાટક કરી 20 લાખ પડાવ્યા હોવાની યુવકના પિતાએ વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રતિકાત્મક તસવીર.
વડોદરાઃ મૂળ વડોદરાના એનઆરઆઇ યુવકને મુંબઈની મોડલે ફસાવ્યાની ઘટના સામે આવી છે. યુવતી મુંબઈમાં પોતે પતિ અને બાળકો સાથે રહેતી હોવાની હકિકતો છૂપાવી હતી અને મેટ્રોમોનિયલ સાઇટ પર ડિવોર્સી તરીકે પ્રોફાઈલ મૂકી હતી. યુવતીએ અમેરિકાના એચ 1 વિઝા મેળવવા લગ્નનું તરકટ રચ્યું હતું. મોડલ યુવતીએ લગ્નનું તરકટ રચી યુવક પાસેથી 20 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારે NRI યુવક મિતેષ વાઘેલા લગ્નનું નાટક કરી 20 લાખ પડાવ્યા હોવાની યુવકના પિતાએ વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે વડોદરા પોલીસે મુંબઈ જઈને મોડલની ધરપકડ કરી છે.
વધુ વાંચો





















