(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara : સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવક યુપી ભગાડી ગયો ને કરી લીધા લગ્ન, 17 વર્ષે બની ગઈ માતા ને પછી......
શહેરમાં ફ્રૂટની લારી ચલાવતા યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરી લીધાનું અને અત્યારે સગીરાના 5 માસનો બાળક પણ હોવાનું સામે આવ્યું છે.
વડોદરાઃ શહેરમાં ફ્રૂટની લારી ચલાવતા યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરી લીધાનું અને અત્યારે સગીરાના 5 માસનો બાળક પણ હોવાનું સામે આવ્યું છે. બે વર્ષથથી સગીરાના અપહરણ કેસમાં ભાગતાં ફરતા આરોપીને વડોદરાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા પકડી લેવામાં આવ્યો છે. વર્ષ 2020માં યુવક વડોદરામાં ફ્રૂટની લારી ચલાવતો હતો. આ સમયે તેણે 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.
તેમજ યુવતી પ્રેમજાળમાં ફસાઇ જતાં તેને લઈને પોતાના વતન યુપીના કનૌજ ભગાડી ગયો હતો. સગીર દીકરીને યુવક ભગાડી જતાં પિતાએ વડોદરાના હરણી પોલીસ સ્ટેશનમાં પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોલીસે બાતમીને આધારે યુવકને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધો છે. તેની સાથે સગીરા પણ મળી આવી છે. હજુ પણ સગીરાની ઉંમર 17 વર્ષ 6 માસ જ છે.
વડોદરાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ એન.ડી સોલંકીએ મીડિયાને માહિતી આપી હતી કે, આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સગીરા સાથે તેણે લગ્ન કરી લીધા છે અને તેને પાંચ મહિનાનું બાળક પણ છે. સગીરાને પ્રેમજાળમાં ફસાવવામાં આવી ત્યારે તે 16 વર્ષની હતી અને હાલ સગીરા એક બાળકની માતા છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાઃ કરજણ નારેશ્વર પાલેજ રોડ પર હાઇવા ડમ્પર એકસિડન્ટ કરી ભાગી જનાર ડમ્પર ચાલક આરોપીને હાઈવા ડમ્પર સાથે ઝડપી લીધો છે. ગત 21મી ફેબ્રુઆરીએ કરજણના નારેશ્વર પાલેજ રોડ પર માલોદ ગામ પાસે હાઈવા ડમ્પરે બાઈક સવાર ત્રણ વ્યક્તિને અડફેટે લીધા હતા. ત્રણેય વ્યક્તિના સ્થળ પર કમકમાટી ભર્યા મોત થયા હતા.
કરજણ પોલીસે હાઈવા ડમ્પર તેમજ ડમ્પર ચાલકને ઝડપવા અલગ-અલગ ટુકડીઓ બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા. કરજણ પોલીસને ડમ્પર તેમજ ડમ્પર ચાલકને પકડવા મળી મોટી સફળતા મળી. પીળા કલરનું ડમ્પર હાઇવા સી.સી.ટી.વી. ફૂટેજના આધારે ડમ્પર ચાલક જયંતીભાઈ મંગળભાઈ પરમાર નામના ડંમ્પર સાથે ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો છે.
વડોદરાના કરજણના નારેશ્વર પાલેઝ રોડ પર હાઈવા ડમ્મ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા ત્રણ બાઈક સવારના મોતને લઈ સ્થાનિક ગામ લોકો દ્વારા કરજણ સેવાસદન ખાતે આવેદન આપ્યું. નર્મદા નદી કિનારે આવેલ લીઝધારકોના હાઈવા ડમ્પર બેફામ રોડ પર દોડે છે તેમજ આ રોડ પર અવાર નવાર અકસ્માતો સર્જાય છે. તાજેતરમાં જ હાઈવા ડમ્પર ચાલકે ત્રણના જીવ લીધા છે જેને લઈ કરજણ સેવાસદનમાં આવેદન આપ્યું હતું. આવેદનમાં તાજેતરમાં થયેલ બનાવને લઈ આવેદન અપાયું, જેમાં કરજણના નારેશ્વર પાલેજ રોડ પર ફરતા હાઈવા ડમ્પર બંધ થાય ને ત્રણેય મૃતકના પરિવારને ન્યાય મળે. હાઈવા ડમ્પર તેમજ હાઈવા ડમ્પર ચાલકને પોલીસ તાત્કાલિક પકડે તેવી માંગ કરી હતી.
કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલે નિવેદન આપ્યું હતું કે, ગઈકાલે એક સાથે રેતીના ડમ્પર અકસ્માતમાં 3 ના મોતની જાણકારી મળતા સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા. નાના બાળક સહિત 3 ના મોત ના લોહીના ખાબોચિયા જોઈ તેઓ ધ્રવી ઊઠ્યાં હતા અને અપશબ્દો તેમના મુખેથી નીકળી ગયા હતા. નર્મદા નદી માંથી રોજ 2000 રેતી ના ડમ્પરો ભરાઈ ને નીકળે છે. ડમ્પર પલળેલી રેતી લઈને નીકળે, રેતી ઢાંકી ન હોઈ તે નિયમોનું ઉલ્લંઘન. સાંજે 6 પછી લિઝ ના નિયમ પ્રમાણે પાસ નથી મળતો પણ અહિયાતો રાત્રે 12 - 2 વાગ્યા સુધી રેતી ભરાય છે.