(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara : SOG PIના પત્ની રહસ્યમય સંજોગોમાં ગુમ, એક મહિના પછી પણ કોઈ ભાળ નહીં!
ગાંધીનગરથી સૂચના મળતાં DIG-SP સહિતનો કાફલો કરજણ દોડ્યો છે. એસપીએ તપાસ કરજણ પોલીસ પાસેથી લઈ ડીવાયએસપીને તપાસ સોંપી છે. SOG પીઆઈ અજય દેસાઈએ કેમ પોલીસમાં ફરિયાદ ના કરી તે મુદ્દે ચર્ચા કરી.
વડોદરાઃ વડોદરા જિલ્લા SOG પીઆઈના પત્ની એક મહિનાથી ગુમ છે. પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટીબેન પટેલ (ઉં.વ. 37) એક મહિનાથી ગુમ છે. 6 જૂનની રાતે સ્વીટીબેન પટેલ 2 વર્ષના પુત્રને ઘરે મૂકી કોઈ કારણસર જતાં રહ્યાં હતાં. પીઆઈના સાળાએ કરજણ પોલીસ સ્ટેશનમાં 11 જૂને જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.
જોકે, 24 દિવસ બાદ પણ કરજણ પોલીસ સ્વીટીબેન પટેલને શોધી શકી નથી. ગાંધીનગરથી સૂચના મળતાં DIG-SP સહિતનો કાફલો કરજણ દોડ્યો છે. એસપીએ તપાસ કરજણ પોલીસ પાસેથી લઈ ડીવાયએસપીને તપાસ સોંપી છે. SOG પીઆઈ અજય દેસાઈએ કેમ પોલીસમાં ફરિયાદ ના કરી તે મુદ્દે ચર્ચા કરી.
પીઆઇ એ.એ. દેસાઇનાં કરજણમાં રહેતાં પત્ની ભેદી સંજોગોમાં ગુમ થયાં હતાં. કરજણ પોલીસ તપાસમાં જણાયું કે, તેઓ 2 વર્ષના બાળક અને મોબાઇલ ઘેર છોડીને જતાં રહ્યાં હતાં.જોકે, ઘર છોડવા પાછળનું કારણ જાણી શકાયું નથી. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, સ્વિટીબેન 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8-30 વાગ્યાના અરસામાં ઘર છોડી જતાં રહ્યાં હોવા બાબતે સ્વિટીબેનના ભાઇ જયદીપ પટેલે 11 જૂને કરજણ પોલીસમાં જાણ કરતાં જાણવા જોગ નોંધીને શોધખોળ શરૂ કરી હતી.
પીઆઇ એ.એ. દેસાઇ અગાઉ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આ પછી તેમની નિમણૂક જિલ્લા એસઓજી શાખામાં કરાઈ હતી. જોકે તેમનો પરિવાર કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતો હતો. સ્વિટીબેનની હ્યૂમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે શોધખોળ કરાઇ રહી છે. આ બાબતે પોલીસે તેમના ફોટા સાથેનાં પેમ્ફલેટ પણ છપાવ્યાં છે. પીઆઇ અને સ્વિટીબેને પ્રેમલગ્ન કર્યાં હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
Vadodara : દિલ્લીની મોડેલને હોટલમાં બોલાવી પરાણે શરીરસુખ માણ્યું, પોલીસ તપાસમાં શું થયો મોટો ધડાકો?
વડોદરાઃ મોડેલિંગ, ફિલ્મો, ટીવી સિરિયલ કામ આવવાની લાલચ આપી યુવતીનું વડોદરાની હોટલમાં શારીરિક શોષણની ઘટનામાં પોલીસે એક શકમંદની ધરપકડ કરી છે. મૂળ ઉત્તરાખંડની અને હાલ દિલ્હીમાં રહેતી યુવતીનું વડોદરાની હોટેલમાં શારીરિક શોષણ કરાયું હતું. ફેસબુક પર મોડેલિંગની એડવર્ટાઇઝ આપી ગત વર્ષે ફેબ્રુઆરી મહિલાનામાં યુવતીને વડોદરા બોલાવવામાં આવી હતી.
પોલીસે શકમંદના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં 10 ભોગ બનનાર યુવતીઓ મળી આવી છે. પોલીસનું માનવું છે કે, આ ભેજાબાજે અસંખ્ય યુવતીઓને પોતાની જાળવામાં ફસાવી છે. જેમાંથી કેટલીક યુવતીઓએ દિલ્લીમાં પોલીસ ફરિયાદ કરી છે. તેની વિગતો મંગાવીને પણ પોલીસ વધુ કાર્યવાહી કરી રી છે.
ભોગ બનનાર યુવતીએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા આરોપીએ મને પોટફોર્લિયો માટે વડોદરા બોલાવ્યો હતો. મને બીજી મોડેલ્સ પણ આવશે, તેમ જણાવ્યું હતું,. આથી હું વડોદરા પહોંચી હતી. હું હોટલ પહોંચી તો બીજી કોઈ યુવતીઓ ન હોવાથી મેં પૂછ્યું તો તેમણે કહ્યું કે, તમે થોડા મોડા પડ્યા છો. બીજી બધી યુવતીઓ પોટફોર્લિયો કરાવીને જતી રહી છે. આથી મેં કહ્યું કે, મારે હવે રોકાવાનું કોઈ કારણ નથી. આથી તેણે કહ્યું કે, મારી પાસે તમારા માટે ટીવી સિરિયલની પણ ઓફર છે. મેં કોન્ટ્રાક્ટ વાંચ્યો તો મને બરોબર લાગ્યો. આથી મેં તેને 35 હજાર રૂપિયા કેસ આપી દીધા.
યુવતીએ કહ્યું કે, આ પછી થોડી ઘણી વાતચીત થઈ. પછી એણે કહ્યું કે, ટીવી સિરિયલમાં કામ કરવા માટે આ બધી વસ્તુઓ કરવી પડે છે. આ પછી તેણે તેના ફોનમાં ઘણી યુવતીઓની નગ્ન તસવીરો બતાવી. મૈં તેનો વિરોધ કર્યો તો મને માર માર્યો અને મારું 3-4 વાર શોષણ કર્યું. આ ઘટનાથી હું એટલી હેબતાઇ ગઈ હતી કે, પાછી દિલ્લી આવી ગઈ. પછી એક વર્ષ પછી અન્ય ફેક નામથી આ જ વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. તેમજ તેણે ફરી એજ ઓફર કરતાં હું તેને ઓળખી ગઈ અને મેં એ કરવા ઇનકાર કરી દીધો.
આથી તેણે મારા ફોટા પર કોમેન્ટ કરવાની શરૂ કરી દીધી. કોમેન્ટ કરી કે, આ યુવતીની નગ્ન તસવીરો-વીડિયો જોઇએ તે મારો કોન્ટેક્ટ કરે. મેં તેની સાથે પર્સનલ વાત કરી તો તેણે કહ્યું કે, તારી નગ્ન તસવીરો અને વીડિયો મારી પાસે છે. તેણે આ નગ્ન ફોટા મને વોટ્સએપ પર મોકલ્યા. જે એક વર્ષ પહેલા મને ટોર્ચર કરીને લીધી હતી. જેથી હું ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. તેણે મને ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. તેમજ 50 હજાર રૂપિયાની માંગણી કરવા લાગ્યો હતો અને ન આપે તો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આથી મેં દિલ્લી પોલીસમાં ફરિયાદ કરી હતી. તેમણે આ ફરિયાદ વડોદરા ટ્રાન્સફર કરી. અહીં મને મેઘામેડમનો ખૂબ સારો સહકાર મળ્યો. હું ગુજરાત સરકારની જેટલી પ્રશંસા કરું તેટલી ઓછી છે.
કરણ જોહર ગ્રુપ અને ધર્માં પ્રોડક્શનનો ડાયરેકટર હોવાની ઓળખ આપી યુવતીને ગેરમાર્ગે દોરી હતી. રાજ ઉર્ફે રજનીશ મિશ્રા નામના યુવકે ગત વર્ષે 29 ફેબ્રુઆરીએ વડોદરાની હોટેલમાં યુવતીને બોલાવી હતી. પોર્ટ ફોલિયો બનાવવાનું કહી હોટેલમાં બોલાવી હતી તેમજ અહીં રાખી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો અને તેનું વિડીયો રેકોર્ડિંગ કર્યું.
શરીરસંબંધ નહીં બાંધવા દે તો જાનથી મારી નાંખવાની ધમકી દુષ્કર્મ આચર્યું હતું. શારીરિક શોષણ ઉપરાંત રૂપિયા પણ પડાવ્યા હતા. એક વર્ષ બાદ આકાંક્ષા નામની યુવતીના 8 થી 10 ફેક એકાઉન્ટ બનાવ્યા અને તેના પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બલેકમેલ કરવાનું ચાલુ કર્યું. હોટેલમાં ઉતારેલ વીડિયો મોકલી ધમકી આપી હતી. વારંવાર ના ત્રાસ થી કંટાળેલા યુવતીએ નંબર બ્લોક કર્યો હતો. જોકે, એક વર્ષ પછી ફરી એકવાર રંજાડ શરૂ કરી.