શોધખોળ કરો

વડોદરા સ્વીટી પટેલ મીસિંગ કેસમાં 44 દિવસે પણ કોઈ સફળતા ન મળતા સરકારે શું લીધો મોટો નિર્ણય?

જિલ્લા પોલીસ તપાસમાં કંઈ નહીં મળતા ગૃહ મંત્રીએ તપાસ આંચકી લીધી છે તેમજ  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એ.ટી.એસ.ને તપાસ સોંપાઈ છે. કરજણ પોલીસની તપાસ બાદ ડી.વાય.એસ.પી ને તપાસ સોંપાઈ હતી.

વડોદરાઃ પી.આઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થયાના ચર્ચાસ્પદ કેસમાં  44માં દિવસે પણ સ્વીટી પટેલના કોઈ જ સગડ મળ્યા નથી. જિલ્લા પોલીસ તપાસમાં કંઈ નહીં મળતા ગૃહ મંત્રીએ તપાસ આંચકી લીધી છે તેમજ  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એ.ટી.એસ.ને તપાસ સોંપાઈ છે. 

કરજણ પોલીસની તપાસ બાદ ડી.વાય.એસ.પી ને તપાસ સોંપાઈ હતી. અત્યાર સુધી અનેક શંકાસ્પદ ની પૂછપરછ કરાઈ છે. ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તપાસ થઈ રહી છે. માનવ હાડકા મળ્યાં તે સ્થળે ફોરેન્સિક નિષ્ણાંતની ટીમે તપાસ કરી હતી. આજે ગાંધીનગર ફોરેન્સિક વિભાગ ની ટિમ નાર્કો ટેસ્ટ કરશે. હજુ સુધી એફ.એસ.એલ એ એસ.ડી.એસ, પોલિગ્રાફ અને ડી.એન.એ ટેસ્ટ નો રિપોર્ટ આપ્યો નથી. સમગ્ર કિસ્સા મામલે પી.આઈ અજય દેસાઈ શંકા ના ઘેરામાં છે.

કરજણથી પી.આઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દહેજના અટાલી ગામથી મળેલા અસ્થિ યુવાન વયના માનવ શરીરના હોવાનો ઘટસ્ફોટ થયો છે. એફએસએલ રિપોર્ટમાં અસ્થિ માનવ શરીરના હોવાનુ ખુલ્યું છે. દહેજના અટાલી ગામેથી મળેલા હાડકાં 35 થી 40 વર્ષની વ્યક્તિના હોવાનું પણ સપાટી પર આવ્યું છે. સ્વીટી પટેલની હત્યા થઈ હોવાની આશંકા છે. ડીએનએ ટેસ્ટ માટે સ્વીટી પટેલના ભાઈ અને પુત્ર લાડના સેમ્પલ લેવામા આવ્યા છે. 

બીજી તરફ જિલ્લાના પીઆઈ અજય દેસાઈના પત્ની ગુમ થવાનો મામલે પોલીસે પીઆઈના મિત્ર કોંગ્રેસ નેતા કિરીટસિંહ જાડેજાની પૂછપરછ શરૂ કરી છે. કિરીટસિંહ જાડેજા કરજણ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા. પીઆઈના ગાઢ સંપર્કમાં રહેલા મિત્ર વર્તુળ અને સંબંધીઓની પૂછપરછનો દોર પોલીસે શરૂ કર્યો છે. પોલીસે તમામની લીસ્ટ તૈયાર કરી, પોલીસ એક બાદ એક લોકોને બોલાવી પૂછપરછ કરશે.

અગાઉ તપાસ અધિકારીએ પી.આઈ દેસાઈને કરજણ કોર્ટમાં હાજર કર્યા હતા. પી.આઈ અજય દેસાઈના પોલિગ્રાફ - નાર્કો ટેસ્ટ માટે પોલીસને કોર્ટે મંજૂરી આપી હતી. ગાંધીનગર ફોરેન્સિક વિભાગમાં બંને ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરાઈ છે. પી.આઈ દેસાઈનો 4 વાર સસ્પેક્ટ ડિટેક્સન સિસ્ટમ ટેસ્ટ કરાયો છે. દહેજથી 12 કિલોમીટર દૂર અટાલી ગામની સીમમાંથી બળેલા અસ્થિ મળ્યા હતા. અસ્થિનું સુરત સિવિલ હોસ્પિટલમાં એફ.એસ.એલ દ્વારા પી.એમ થશે. એફ.એસ.એલ.ના અહેવાલ બાદ પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવશે. 36 દિવસથી ગુમ સ્વીટી પટેલ ન મળતા પી.આઈ શંકાના ઘેરામાં છે. 

પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ છેલ્લા 36 દિવસથી ગુમ  છે, ત્યારે સ્વિટી પટેલની શોધખોળ દરમ્યાન પોલીસને દહેજ પાસેના અટાલી ગામ પાસેથી સળગેલા અસ્થી મળ્યા હતા. અસ્થિ જ્યાંથી મળ્યા તે વિસ્તારમાં જ અજય દેસાઈનુ મોબાઈલ લોકેશન જોવા મળ્યું હતું. 

સ્વીટી પટેલ ગુમ થયા તે દિવસનું લોકેશન દહેજ પાસે હોવાથી પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસે  માનવ અસ્થિ હોવાની આશંકાને પગલે એફએસએલમાં તપાસ માટે મોકલવામા આવ્યા છે. જરૂર પડે પરિવારના સભ્યોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. પી.આઈ અજય દેસાઈ પર રહસ્ય ઘેરાઇ રહ્યું છે. 

નોંધનીય છે કે, વડોદરા જિલ્લા SOGના પીઆઇ એ.એ.દેસાઈનાં પત્નીના ગુમ થવાના ચકચારી પ્રકરણમાં પોલીસની ટીમો છેલ્લા 5 દિવસથી દહેજ પંથકમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. દરમિયાન પોલીસને અટાલી ગામ નજીક 3 માળના અવાવરું મકાન અને તેની પાછળના ભાગમાંથી સળગેલી હાલતમાં કેટલાક હાડકાં મળ્યા હતા. જેને તપાસ માટે સુરત એફએસએલમાં તપાસ મોકલ્યા છે. 

કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા સ્વીટી મહેન્દ્રભાઇ પટેલ(ઉં.વ.37) ગત 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8:30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહ્યાં હતાં. સ્વીટી પટેલની ભાળ ન મળતાં વડોદરા જિલ્લા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. વડોદરા જિલ્લા પોલીસ દહેજ અને તેની આસપાસનાં ગામોમાં છેલ્લા 5 દિવસથી સર્ચ ઓપરેશન કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
Embed widget