શોધખોળ કરો

Vadodara : તૃષા સોલંકીની હત્યામાં પ્રેમીએ શું કર્યો મોટો ખુલાસો? જાણો કેમ કરી હત્યા?

વડોદરામાં તૃષા સોલંકીની કરપીણ હત્યાના મામલે મોટો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચ આરોપી કલ્પેશ ઠાકોરને સાથે રાખી તેના ઘરે અને દુકાને સર્ચ કર્યું હતું.

વડોદરાઃ વડોદરામાં તૃષા સોલંકીની કરપીણ હત્યાના મામલે મોટો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચ આરોપી કલ્પેશ ઠાકોરને સાથે રાખી તેના ઘરે અને દુકાને સર્ચ કર્યું હતું. પોલીસે આરોપી કલ્પેશની દુકાનથી હત્યામાં વપરાયેલું હથિયાર અને તૃષાનો ફોન જપ્ત કર્યો છે. આરોપી તૃષાની હત્યા કર્યા બાદ ફોન લઈ જતો રહ્યો હતો. તૃષા ગોધરાના સાગર નામના યુવક સાથે પ્રેમ કરતી હોવાથી આરોપી કલ્પેશ રોષે ભરાયો હતો અને મારી નહિ તો કોઈની નહિ કહીને તૃષાને એકતરફી પ્રેમમાં પતાવી નાખી હતી. 

વડોદરામાં 19 વર્ષની તૃષા સોલંકીની ક્રૂર હત્યાના મામલે મોટો ધડાકો થયો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો છે. મૃતકના પ્રેમીએ જ હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસે રાત્રે જ વડોદરાથી આરોપીને ઝડપી પાડયો છે. બપોરે 2 વાગે અધિક પોલીસ કમિશનર ક્રાઈમ અને ટ્રાફિક પ્રેસ કોન્ફરન્સ કરશે. તૃષા વડોદરામાં માણેજા વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહેતી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, તૃષા એક્ટિવા લઈ ટ્યુશન જવા નીકળી હતી. તૃષા નેશનલ હાઇવે પાસે કેવી રીતે પહોંચી તે પોલીસ માટે તપાસનો વિષય છે. એકથી વધુ હત્યારાઓ હોવાની પોલીસને આશંકા છે. તૃષા સાથે કંઇક અજુગતું પણ બન્યા હોવાની પોલીસને આશંકા છે. તૃષાની ચીસો સાંભળી એક મજુર સ્થળ પર દોડી આવ્યો, એક શખ્સને ભાગતો જોયો. મૃતક તૃષા સોલંકીનો ફોન પણ ગુમ થયો.

વડોદરાના નેશનલ હાઇવે પરથી 19 વર્ષીય યુવતીની લોહીથી લથબથ લાશ મળી મળી આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હત્યારાઓએ યુવતીનો એક હાથ કાપી નાખી હત્યા કરી લાશ ફેંકી ફરાર થઈ ગયા હતા. નેશનલ હાઇવે નં-48 પર આવેલી લેન્ડ ફીલ્ડ સાઇડ પાસે તૃષાની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી હોવાની વિગતો પોલીસને મળી હતી. યુવતીના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યા હોય તેવા નિશાનો મળી આવ્યાં હતાં.

યુવતીનો જમણો હાથ કાપીને તેના શરીરથી દૂર ફેંકી દીધો હતો. જે પોલીસને મળી આવ્યો હતો. યુવતીને માથા અને મોઢાના ભાગે ખુબ જ ક્રૂરતાપૂર્વક હુમલો કરાયો હતો.મકરપુરા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget