શોધખોળ કરો

Vadodara: વડોદરામાં પણ જોવા મળી બિપરજોય વાવાઝોડાની અસર, ભારે પવનમાં મકાનની દીવાલ પડતા મહિલાનું મોત

વડોદરામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી

વડોદરામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. મળતી જાણકારી અનુસાર, વડોદરામાં દિવાલ પડતા મહિલાનું મોત થયું હતું. શહેરના ધન્યાવી રોડ પર દિવાલ પડતા મહિલાનું મોત થયું હતું. ભારે પવનના કારણે પ્રેમિલાબેન સોલંકી નામના મહિલા પર 8 ફૂટ ઊંચી દિવાલ પડતા મોત થયુ હતું. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગ્રેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. બાદમાં મહિલાને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું.

આ મામલે ચીફ ફાયર અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટ એ સ્વીકાર્યું હતું કે સવારે ભારે પવનના કારણે દીવાલ પડી હતી જેમાં મહિલા દબાતા તેમનું મોત થયું હતું.

જામનગરમાં મકાનની છત તૂટી પડી

ગઇકાલે સાંજે બિપરજોય વાવાઝોડ કચ્છમાં લેન્ડફોલ થયું હતું જેની સૌથી વધુ અસર કચ્છ, જામનગર અને દ્રારકાના દરિયાકાંઠાને વિસ્તારમાં થઇ છે. પરિણામ સ્વરૂપ આ વિસ્તારમાં મોટાપાયે નુકસાન થયું છે. જામનગરના સેતાવાડ ગામમાં મકાનની છત  અચાનક ધરાશાયી થતાં પરિવારના 5 લોકો ફસાઇ ગયા હતા. જો કે ઘટનાની જાણ થતાં તાબડતોબ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને પાંચેય લોકોને સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. 

દ્વારકામાં ચાલુ વરસાદમાં NDRFનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

કચ્છ અને સૌરાષ્ટ્ર પરથી બિપરજોય વાવાઝોડુ પસાર થઇ ગયું છે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. વાવાઝોડા બાદ અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. દ્વારકામાં પણ વાવાઝોડા બાદ ભારે વરસાદ વરસી રહ્યો છે.

દ્વારકાના રૂપેણમાં એનડીઆરએફએ દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. દ્વારકામાં નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોનું એનડીઆરએફએ રેસ્ક્યુ કર્યું હતું. મળતી જાણકારી અનુસાર, દ્વારકામાં રૂપેણ બંદરના નીચાણ વાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોને એનડીઆરએફ એ બચાવ્યા હતા. ચાલુ વરસાદમાં એનડીઆરએફના જવાનોએ બે લોકોને બચાવ્યા હતા.

માંડવીમાં NDRFનું  રેસ્ક્યુ ઓપરેશન

કચ્છના માંડવીના બગીચા બાગ વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે કેડસમા પાણી ભરાયા હતા. લોકોને ફસાયા હોવાની જાણ થતા એનડીઆરએફના જવાનો કેડસમા પાણીમાં ત્યાં પહોંચ્યા હતા અને છ જેટલા લોકોને બચાવ્યા હતા. બીજી તરફ માંડવીમાં ધરાશાયી વૃક્ષો હટાવવાની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.            

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Embed widget