શોધખોળ કરો

Watch: આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર દવાઓ ભરેલી ટ્રકમાં આગ, 4 KM લાંબો ટ્રાફિક જામ

Agra-Lucknow Expressway:  એસપી ગ્રામીણ સત્યપાલ સિંહે જણાવ્યું કે ટ્રક દવાઓથી ભરેલી હતી જે ગુવાહાટીથી જયપુર જઈ રહી હતી. ત્યારબાદ કોઈ કારણોસર તેમાં આગ લાગી હતી અને આ ટ્રક બળીને રાખ થઈ ગઈ હતી.

Etawah News: ઈટાવાના આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર દવાઓથી ભરેલી ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જે બાદ ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે સદનસીબે ડ્રાઈવર-ઓપરેટરનો આબાદ બચાવ થયો છે. ઘટનાને પગલે એક્સપ્રેસ વેની એક તરફ ચાર કિલોમીટર સુધી જામ થયો હતો. પોલીસે પહોંચીને જામ ખુલ્લો કરાવ્યો હતો. એસપી ગ્રામીણ સત્યપાલ સિંહે જણાવ્યું કે ટ્રકમાં દવાઓ ભરેલી હતી જે ગુવાહાટીથી જયપુર જઈ રહી હતી. ત્યારબાદ કોઈ કારણોસર તેમાં આગ લાગી હતી અને આ ટ્રક બળીને રાખ થઈ ગઈ હતી.

આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર ટ્રકમાં આગ 

તમને જણાવી દઈએ કે રવિવારે સવારે ઇટાવા આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર કુરખા ગામ પાસે ગુવાહાટીથી જયપુર જઈ રહેલી દવાઓથી ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી. અકસ્માત બાદ ડ્રાઈવર અને કંડક્ટર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. દુર્ઘટનાને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો જેના લીધે પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો

આગ કાબૂમાં 

આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર ટ્રકમાં આગ લાગી હતી. જ્યારે યુપીઆઈડીએની ટીમને ઘટનાની માહિતી મળી ત્યારે ચીફ ફાયર ઓફિસર તબારક હુસૈન તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ દરમિયાન આગ્રા લખનૌ-એક્સપ્રેસ વે પર 4 કિલોમીટર લાંબો જામ થયો હતો. બંને તરફના વાહનોને અવરજવર કરતા અટકાવી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Pakistanના બલૂચિસ્તાનમાં ગમખ્વાર અકસ્માત, બસ ખીણમાં ખાબકતાં 39 મુસાફરોના મોત

Big accident in Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનના લાસબેલામાં એક પેસેન્જર બસ ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે. લાસબેલાના આસિસ્ટન્ટ કમિશનર હમઝા અંજુમે પાકિસ્તાની મીડિયાને આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે લગભગ 48 મુસાફરોને લઈને વાહન ક્વેટાથી કરાચી જઈ રહ્યું હતું. લાસબેલા પાસે યુ-ટર્ન લેતી વખતે વધુ સ્પીડના કારણે બસ બ્રિજના પિલર સાથે અથડાઇ હતી.ત્યારબાદ બસ ખીણમાં ખાબકી હતી અને આગ લાગી હતી.

અકસ્માતમાં 39 લોકોના મોત 

અંજુમે જણાવ્યું કે એક બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. જોકે, તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે મૃતકોની સંખ્યા વધી શકે છે. આ દરમિયાન ઈધી ફાઉન્ડેશનના સાદ ઈધીએ પાકિસ્તાની મીડિયાને જણાવ્યું કે, દુર્ઘટના સ્થળ પરથી અત્યાર સુધીમાં 17 મૃતદેહો મળી આવ્યા છે અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

Embed widget