![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rain Forecast: દેશના આ 18 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, મિજોરમ, મણિપુર, ત્રિપુરા, પંજાબ, આસામ, મેઘાલય. તમિલનાડુ, મધ્યપ્રદેશ, કેરળ, બિહાર, અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે.
![Rain Forecast: દેશના આ 18 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે કરી આગાહી Warning of heavy rain in these 18 states of the country, the Meteorological Department has predicted Rain Forecast: દેશના આ 18 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે કરી આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/12/f5a6d3530eb29efbc7b8011d1ea3e8c31723432158836304_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rain forescat:ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી-NCRમાં વધુ વરસાદની આગાહી કરી છે. આ સિવાય મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું અનુમાન છે. IMD અનુસાર, આ સપ્તાહ દરમિયાન દિલ્હીમાં વરસાદ ચાલુ રહેશે. જાણો આજે દેશભરમાં કેવું રહેશે હવામાન. હાલ રાજસ્થાન પર એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેની અસરથી રાજસ્થાન સહિતના રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે.
દેશના 18 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, મિજોરમ, મણિપુર, ત્રિપુરા, પંજાબ, આસામ, મેઘાલય. તમિલનાડુ, મધ્યપ્રદેશ, કેરળ, બિહાર, અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે.
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે દેશના 18 રાજ્યોમાં વધુ સાત દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. રાજસ્થાનના સવાઈ ભારે વરસાદના કારણે ગંભીર સંકટ ઊભું થયું છે. હિમાચલ પ્રદેશમાં 197 રસ્તાઓ ભારે વરસાદના કારણે બંધ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, તમિલનાડુ, દિલ્હી, મેઘાલય. , આંદામાન અને નિકોબાર ટાપુઓ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને અન્ય સ્થળોએ મધ્યમ વરસાદ પડશે.
18 રાજ્યો માટે યલો એલર્ટ અને ચાર રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં બંધ તૂટવાને કારણે અનેક વિસ્તારો ડૂબી ગયા છે. મુશળધાર વરસાદને કારણે ઓછામાં ઓછા સાત જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હિમાચલ પ્રદેશમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે 197 રસ્તાઓ બંધ છે. ભારતીય હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો
Gujarat Rain Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)