West Bengal:કારના કાચ તોડીને બીજેપી નેતા રાજુ ઝા પર અંધાધૂંધ ફાયરિંગ, આરોપી ફરાર
BJP Leader Raju Jha Shot Dead: પશ્ચિમ બંગાળમાં રાજુ ઝા નામના કોલ માફિયાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. રાજુ ઝા 2021ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. તેના પર ઘણા ગંભીર આરોપો છે.
BJP Leader Raju Jha Shot Dead: પશ્ચિમ બંગાળમાં રાજુ ઝા નામના કોલ માફિયાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. રાજુ ઝા 2021ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. તેના પર ઘણા ગંભીર આરોપો છે.
પશ્ચિમ બંગાળના બર્ધમાનના શક્તિગ્રહમાં ભાજપના નેતા રાજુ ઝાની કેટલાક અજાણ્યા બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસનું કહેવું છે કે મૃતકની ઓળખ દુર્ગાપુરના વેપારી રાજુ ઝા તરીકે થઈ છે. તે કેટલાક સાથીઓ સાથે કોલકાતા જઈ રહ્યો હતો. દરમિયાન શક્તિગઢ વિસ્તારમાં એક મીઠાઈની દુકાનની બહાર અજાણ્યા લોકોએ તેમના પર હુમલો કર્યો હતો.
એસપી કામનાસીસ સેને જણાવ્યું કે, કારમાં રાજુ ઝા સહિત ત્રણ લોકો મુસાફરી કરી રહ્યા હતા. આરોપીનો હેતુ જાણી શકાયો નથી. વધુ તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઝાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કારમાં પ્રવાસ કરી રહેલા અન્ય ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે..
અનેક રાઉન્ડ ફાયરિંગ
મળતી માહિતી મુજબ, ઝા પોતાની એસયુવીમાં દુકાનની બહાર રાહ જોઈ રહ્યા હતા ત્યારે એક કારમાં બે વ્યક્તિઓ આવી પહોંચ્યા. એક આરોપીએ સળિયા વડે કારનો કાચ તોડી નાખ્યો, જ્યારે બીજાએ ઝડપથી ફાયરિંગ શરૂ કર્યું. આ દરમિયાન અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઝા સાથે હાજર અન્ય લોકો પણ ઘાયલ થયા હતા.
આરોપી સ્થળ પરથી ફરાર
કામનાસીસ સેને જણાવ્યું કે ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ડાબેરી મોરચાના શાસન દરમિયાન, ઝા પર સિલપાંચલમાં ગેરકાયદે કોલસાનો વ્યવસાય ચલાવવાનો આરોપ હતો. તેમની સામે તૃણમૂલ સરકારમાં પણ અનેક કેસ નોંધાયા હતા. ડિસેમ્બર 2021માં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.
બિહારમાં ફરી ભડકી હિંસા, અમિતશાહનો પ્રવાસ રદ્દ
Bihar Violence:સાસારામના શેરગંજ વિસ્તારમાં શનિવારે ફરી હિંસા ફાટી નીકળી હતી. સાસારામ નગરની તમામ શાળાઓને 4 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે.
બિહારના સાસારામ અને બિહાર શરીફમાં રામનવમીની ઉજવણી દરમિયાન થયેલા હંગામા બાદ શનિવારે (1 એપ્રિલ) ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. સાસારામ નગરની તમામ સરકારી અને ખાનગી શાળાઓ પણ 4 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય કોચિંગ ઈન્સ્ટિટ્યૂટને પણ બંધ કરવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ તેમના બિહાર પ્રવાસ પર સાસારામ જવાનો તેમનો પ્લાન રદ્દ કરી દીધો છે.
શનિવારે નાલંદાના બિહાર શરીફના બનૌલિયામાં પ્રથમ ફાયરિંગ થયું હતું. અહીંથી કોઈને ઈજા થઈ હોવાની પુષ્ટિ થઈ નથી. બીજું ફાયરિંગ પહાડપુરામાં થયું હતું જેમાં એક પોલીસકર્મી સહિત 3 લોકો ઘાયલ થયા હતા. તેમાંથી એકનું મોત થયું હતું.
શનિવારે મોડી સાંજે સાસારામના શેરગંજ વિસ્તારમાં ફરી હિંસા ફાટી નીકળી હતી. અહીં બ્લાસ્ટમાં 5 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત પથ્થરમારો પણ થયો છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાસારામ નગરની તમામ શાળાઓ પણ 4 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે.