શોધખોળ કરો
Advertisement
વેસ્ટઈંડિઝના ક્રિકેટરનો દાવો, 650 મહિલાઓ સાથે વીતાવી છે રાત
જમૈકા: વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ફાસ્ટ બોલર ટીનો બેસ્ટે પોતાની આવનારી ઓટોબાયોગ્રાફીમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ પુસ્તકમાં ટીનોએ પોતાને ‘પુરૂષ વેશ્યા’ ગણાવ્યો છે. ટીનોનો દાવો છે કે તે 500થી 650 મહિલાઓ સાથે રાત પસાર કરી ચુક્યો છે. ટીનોની આત્મકથાનું નામ ‘માઇન્ડ ધ વિંડોઝ : માય સ્ટોરી’ (‘Mind the Windows: My Story') છે. આ આત્મક્થા 28 એપ્રિલે પ્રકાશિત થવાની છે.’
મેલ ઓનલાઇનમાં પુસ્તકના કેટલાક અંશો પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેમાં તે કહી રહ્યો છે કે, ‘હું યુવતીઓને પ્રેમ કરૂ છું, યુવતીઓ મને પ્રેમ કરે છે. મને લાગે છે કે હું દુનિયાનો સૌથી સુંદર વાળ વગરનો યુવક છું. મજાકમાં મને બ્લેક બ્રેડ પીટ પણ કહેવામાં આવે છે. ટીનો બેસ્ટનો દાવો છે કે ‘હું જ્યાં પણ ક્રિકેટ રમવા ગયો ત્યાં યુવતીઓ સાથે વાત કરી હતી અને ડેટ કરી હતી. તેમની સાથે રાત પણ પસાર કરી હતી.’
બેસ્ટે પુસ્તકમાં પોતાના પ્રથમ પ્રેમ મેલિસા વિશે પણ ઉલ્લેખ કર્યો છે. આ બન્નેને એક પુત્રી હતી. બેસ્ટના મતે મેલિસા સાથે સંબંધ પુરો થયા પછી પ્લેયબોય બની ગયો હતો. મારો અંદાજો છે કે વિશ્વમાં મે લગભગ 500થી 650 યુવતીઓ સાથે રાત પસાર કરી હશે.
આ ઓટોબાયોગ્રાફીનું નામ ‘માઇન્ડ ધ વિંડોઝ’ રાખવા પાછળ એક કહાની છે. 2004માં જ્યારે વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો ત્યારે ફ્લિન્ટોફે બેસ્ટને ‘માઇન્ડ ધ વિંડોઝ’ કહ્યો હતો. રસપ્રદ વાત એ છે કે ફ્લિન્ટોફે જ આ ઓટોબાયોગ્રાફીમાં ફોરવર્ડ લખ્યું છે.
ટીનો બેસ્ટે મે, 2003માં વેસ્ટ ઇન્ડીઝ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. બેસ્ટે 25 ટેસ્ટમાં 57, 26 વન-ડેમાં 34 અને 6 ટી-20માં 6 વિકેટ ઝડપી છે. બેસ્ટ છેલ્લે જાન્યુઆરી, 2014માં વેસ્ટ ઇન્ડીઝ તરફથી રમ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement