Bomb Cyclone: અમેરિકામાં હિમવર્ષાનો કેર, અત્યાર સુધીમાં 18 લોકોના મોત, ન્યૂયોર્કના ગવર્નરે કહ્યું- આપણા પર કુદરત રૂઠી
Bomb Cyclone: તાજેતરની માહિતી અનુસાર કાર અકસ્માત, વૃક્ષો પડવા અને અન્ય કારણોસર અત્યાર સુધીમાં 18 લોકોએ જીવ ગુમાવ્યો છે.
Bomb Cyclone: વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંનો એક અમેરિકા હાલમાં ખરાબ હવામાનનો સામનો કરી રહ્યું છે. અમેરિકામાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. લોકો ઘરોમાં કેદ છે. બર્ફીલા બોમ્બ ચક્રવાતે જનજીવનને મુશ્કેલીમાં મુકી દીધું છે. સ્થિતિ એવી છે કે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પણ કામ કરી શકતી નથી. તાજેતરની માહિતી અનુસાર કાર અકસ્માત, ઝાડ પડવા અને અન્ય કારણોસર અત્યાર સુધીમાં 18 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઘણા લોકો બીમાર છે. લગભગ 18 લાખ લોકો તેમના ઘરોમાં ફસાયેલા છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ છે અને હજારો લોકો પણ એરપોર્ટ પર ફસાયેલા છે.
મેડિકલ ટીમ ન આવવાને કારણે મોત
અમેરિકામાં બધું ઠપ્પ છે. જનજીવન એવી રીતે ઠપ્પ થઈ ગયું છે કે લોકોને ઈમરજન્સીમાં પણ મદદ મળી રહી નથી. ન્યૂયોર્કના બફેલો વિસ્તારમાં ત્રણ લોકોના મોત થયા છે. જેમાંથી બે લોકોના ઘરમાં મોત થયા છે. આ લોકોની તબિયત લથડી હતી અને બરફના તોફાનના કારણે ઈમરજન્સી મેડિકલ ટીમો તેમના સુધી પહોંચી શકી ન હતી. નેશનલ વેધર સર્વિસ અનુસાર ઘણી જગ્યાએ તાપમાન -48 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.
ન્યૂયોર્કના ગવર્નરે શું કહ્યું..
ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે આ સ્થિતિ પર દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે કુદરત આપણા પર પાયમાલી વર્તાવી રહી છે. બધું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. બફેલોમાં પવનની ઝડપ લગભગ 80 માઇલ પ્રતિ કલાક છે. નોંધપાત્ર રીતે અમેરિકામાં લાખો લોકો "શિયાળાના તોફાનો" થી પ્રભાવિત થયા છે. બમ ચક્રવાતથી 14 લાખથી વધુ ઘરો અને વ્યવસાયો ગંભીર રીતે પ્રભાવિત થયા છે કારણ કે તેના કારણે અંધારપટ, વીજ પ્રવાહ અને તાપમાનમાં ઘટાડો થયો છે.
As heavy snow and vicious cold sweeps through North America, turning roads icy and shrouding airport runways in white, airlines canceled more than 2,700 U.S. flights, disrupting holiday travel for thousands https://t.co/1i7HfDTSes pic.twitter.com/ivPeSkV5O8
— Reuters (@Reuters) December 23, 2022
એરપોર્ટ પર કેવી સ્થિતિ છે?
સમાચાર એજન્સી શિન્હુજાના રીપોર્ટ અનુસાર સ્થાનિક સમય મુજબ શુક્રવાર સવારે આઠ વાગ્યા સુધી ઉત્તર-પશ્ચિમ યુએસ રાજ્ય વોશિંગ્ટનના સૌથી મોટા શહેર સિએટલે 449 ફ્લાઇટ્સ રદ કરી હતી. તેમાંથી 39 ટકા ફ્લાઈટ્સ શહેરની બહાર જઈ રહી હતી અને 40 ટકા ફ્લાઈટ્સ આવી રહી હતી. દેશના અન્ય એરપોર્ટ પર પણ અરાજકતા છે. લોકો કલાકો સુધી અટવાયા છે.
બોમ્બ ચક્રવાત કેટલું ખતરનાક છે?
બોમ્બ ચક્રવાત એ એક ભયાનક તોફાનને આપવામાં આવેલું નામ છે જેમાં વાવાઝોડાના કેન્દ્રમાં હવાનું દબાણ 24 કલાકમાં ઓછામાં ઓછું 24 મિલીબાર ઘટી શકે છે અને તે ઝડપથી વધે છે. બોમ્બ ચક્રવાતને કારણે આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થાય છે અને ભારે પવન ફૂંકાય છે. આ તોફાન સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં આવે છે.