શોધખોળ કરો

Earthquake: વેનેઝુએલામાં ભયંકર ભૂકંપના 2 આંચકા, 45 સેકન્ડના ધરતીકંપે સર્જી ભીષણ તબાહી

Earthquake News: વહેલી સવારે બે શક્તિશાળી ભૂકંપના આંચકાએ ધરતીને હચમચાવી દીધી, જેના કારણે 45 સેકન્ડના ગાળામાં વેનેઝુએલામાં વિનાશક તબાહી મચી ગઈ.

Earthquake News:બુધવારે (24 જૂન) સાંજે બે શક્તિશાળી ભૂકંપના આંચકા વેનેઝુએલાને હચમચાવી નાખ્યું. યુએસ ભૂગર્ભીય સર્વે અનુસાર, 7.1 અને 7.5 ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા.

બુધવારે (24 જૂન) સાંજે બે શક્તિશાળી ભૂકંપના આંચકા વેનેઝુએલાને હચમચાવી નાખ્યા. યુએસ ભૂગર્ભીય સર્વે અનુસાર, 45 સેકન્ડની અંદર 7.1 અને 7.5 ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા. મોટા નુકસાનની આશંકા છે. ભૂકંપની અસર સૌથી વધુ રાજધાની કારાકાસમાં થઇ છે. જ્યાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ  છે.

શક્તિશાળી ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે.  રાજધાની કારાકાસમાં, લોકો ધ્રુજતી ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા, અહીં અનેક  ઇમારતો ધરાશાયી થયાના અહેવાલ છે. 

KSN એ ગૃહમંત્રી ડિઓસડાડો કાબેલોને ટાંકીને કહ્યું કે, ભૂકંપ ઘણા રાજ્યોમાં અનુભવાયો હતો. તેમણે કહ્યું કે કારાકાસના અલ્તામિરા વિસ્તારમાં પરિસ્થિતિ ગંભીર છે, જેમાં ઘરો અને ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. તેમણે લોકોને સલામત સ્થળોએ રહેવા વિનંતી કરી, કારણ કે, આફટર શોકથી કેટલીક ઇમારતોને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, પહેલા ભૂકંપની તીવ્રતા 7.1 હતી અને તેનું કેન્દ્ર કારાકાસથી લગભગ 168 કિલોમીટર દૂર કેરેબિયન કિનારે મોરોન વસાહતની પશ્ચિમમાં હતું. તેની ઊંડાઈ 13 કિલોમીટર હતી. બીજા ભૂકંપની તીવ્રતા 7.5 હતી, તેનું કેન્દ્ર મોરોનથી 16 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં હતું. બીજા ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હતી, અને તેને પાછલી સદીના સૌથી શક્તિશાળી ભૂકંપોમાંનો એક કહેવામાં આવે છે.

ભૂકંપની ઊંડાઈ તેની અસરમાં મુખ્ય પરિબળ છે. બંને ભૂકંપ સપાટીથી માત્ર 10 થી 13 કિલોમીટર નીચે આવ્યા હતા, જેને ભૂકંપશાસ્ત્રમાં ખૂબ જ છીછરા માનવામાં આવે છે. જ્યારે ભૂકંપનું કેન્દ્ર સપાટીની ખૂબ નજીક હોય છે, ત્યારે ભૂકંપના આંચકા જમીનથી ખૂબ જ મજબૂત અનુભવાય છે કારણ કે, તે  ઓછું અંતર ધરાવે છે અને રસ્તામાં ઓછી ઊર્જા ગુમાવે છે. આ જ કારણ છે કે કારાકાસ અને આસપાસના વિસ્તારોમાં ઇમારતો ધ્રુજી ઉઠી અને ઘણી જગ્યા  તૂટી પડી. ચેતવણી જાહેર  કરવામાં આવી છે કે હજુ પણ તીવ્ર  આફ્ટરશોક્સ આવી શકે છે. 

વેનેઝુએલામાં કટોકટી જાહેર

વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે આ દુર્ઘટના બાદ દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. તેઓ રાષ્ટ્રને સંબોધિત કરશે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ડેલ્સી રોડ્રિગ્ઝે કહ્યું, "ધ્યાન આપો, હું ટૂંક સમયમાં વેનેઝુએલાના લોકોને સંબોધિત કરીશ અને આપણા દેશને અસર કરનારા શક્તિશાળી ભૂકંપ પછીની પરિસ્થિતિ અંગે રિપોર્ટ આપીશ.

વેનેઝુએલાના વિપક્ષી નેતા એડમુન્ડો ગોન્ઝાલેઝે જણાવ્યું હતું કે, વેનેઝુએલામાં સતત બે ભૂકંપથી ભારે વિનાશ થયો છે. X પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે, "વેનેઝુએલામાં સતત બે ભૂકંપથી ભારે વિનાશ થયો છે. ઇમારતો ધરાશાયી થઈ છે. શેરીઓમાં ગભરાટ છે. બે કલાક પછી પણ, અમને ખબર નથી કે કોઈ જાનહાનિ કે મૃત્યુ થયા છે કે નહીં."

વેનેઝુએલા એવા પ્રદેશમાં આવેલું છે જ્યાં કેરેબિયન પ્લેટ અને દક્ષિણ અમેરિકન પ્લેટ મળે છે, જેના કારણે તેને ભૂકંપનો સતત ભય રહે છે. USGS અનુસાર, 1812માં કારાકાસ અને મેરિડામાં આવેલા ભૂકંપમાં આશરે 30,000 લોકો માર્યા ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget