શોધખોળ કરો

'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 

ટ્રમ્પે ટેરિફ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ડૉનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે જે દેશોએ ઈરાનને હથિયાર આપી મદદ કરી છે, અમે તેમના પર   50% ટેરિફ લગાવી રહ્યા છીએ.

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધવિરામ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ડૉનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે જે દેશોએ ઈરાનને હથિયાર આપી મદદ કરી છે, અમે તેમના પર   50% ટેરિફ લગાવી રહ્યા છીએ.   ઈરાન સાથે યુદ્ધવિરામ બાદ યુએસ પ્રમુખે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ ઈરાન સાથે મળીને કામ કરશે, જે અમે નક્કી કર્યું છે કે ખૂબ જ ફાયદાકારક શાસન પરિવર્તન (Regime Change)માંથી પસાર થયું છે! હવે યુરેનિયમ સંવર્ધન નહીં થાય અને યુનાઇટેડ સ્ટેટ્સ ઈરાન સાથે મળીને  ભૂગર્ભમાં દટાયેલી  (B-2 બોમ્બર્સ) તમામ પરમાણુ ધૂળ ખોદી કાઢશે. 

ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 

અમે  ઈરાન સાથે ટેરિફ અને પ્રતિબંધોમાં રાહત આપવા અંગે ચર્ચા કરી રહ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું.  15 મુદ્દાઓમાંથી ઘણા પહેલાથી જ સંમત થઈ ગયા છે.  જે પણ દેશ ઈરાનને લશ્કરી શસ્ત્રો સપ્લાય કરશે, તેમના દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સને વેચવામાં આવતી તમામ ચીજવસ્તુઓ પર તાત્કાલિક 50% ટેરિફ લાદવામાં આવશે.  આ નિયમ તાત્કાલિક અમલમાં આવશે. કોઈ રાહત કે છૂટછાટ આપવામાં આવશે નહીં!

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયાને 12 કલાક પણ થયા નથી અને મધ્ય પૂર્વમાં હુમલાઓ ફરી શરૂ થયા છે. પહેલા અમેરિકા અને ઈઝરાયલે ઈરાની રિફાઈનરી પર હુમલો કર્યો. હવે ઈરાને જવાબી હુમલાઓથી બદલો લીધો છે. ઈરાને યુએઈ અને કુવૈત પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે.

બે અઠવાડિયાના યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી

આજે સવારે લગભગ 4:30 વાગ્યે (ભારતીય સમય મુજબ), અમેરિકા અને ઈરાન બે અઠવાડિયાના યુદ્ધવિરામ પર સંમતિ દર્શાવી હતી. જોકે, થોડા કલાકો પછી જ, ઈરાની તેલ રિફાઈનરીમાં જોરદાર વિસ્ફોટના સમાચાર આવ્યા. મીડિયા અહેવાલો અનુસાર, આ રિફાઈનરી પર્શિયન ગલ્ફમાં સ્થિત લાવન ટાપુ પર સ્થિત છે. પર્શિયન ગલ્ફમાં સ્થિત તે એક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ટાપુ છે. નોંધનીય છે કે, લાવન ઈરાનના મુખ્ય ક્રૂડ ઓઈલ નિકાસ ટર્મિનલ્સમાંનું એક છે.

યુદ્ધવિરામની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ ઈરાનના અત્યંત મહત્વના લાવન ટાપુ પર આવેલી એક મોટી તેલ રિફાઇનરી પર જોરદાર હુમલો થયો છે. આ ઘટનાએ આખી દુનિયાને વિચારતા કરી દીધી છે કે શું આ ખરેખર શાંતિ કરાર છે કે પછી યુદ્ધની કોઈ નવી રણનીતિ? હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલા પાછળ કોનો હાથ છે, પરંતુ પાકિસ્તાનમાં આગામી દિવસોમાં શરૂ થનારી શાંતિ વાટાઘાટો પહેલાં જ આ ધડાકાએ માહોલ ફરી તંગ કરી દીધો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Embed widget