શોધખોળ કરો
તુર્કી-ઈરાન સરહદ પર 5.7ની તીવ્રતાનો ભૂકંપ, 8 લોકોના મોત
તુર્કી-ઈરાન સરહદ પર આવેલા એક પ્રાંતમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભૂકંપના કારણે 8 લોકોના મોત થયા છે

તુર્કી-ઈરાન સરહદ પર આવેલા એક પ્રાંતમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભૂકંપના કારણે 8 લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તુર્કીના વેન પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો. 5.7ની તીવ્રતાના ભૂકંપની અસરથી 1066 ઈમારતો ધરાશાયી થઇ હતી. તુર્કીના બાસકુલે જિલ્લામાં ત્રણ બાળકો અને 4 અન્ય લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે ઈરાનના શહેર ખોય અને તુર્કીના પ્રાંત વેનના ગામોને અસર થઈ છે.
તુર્કીના પબ્લિક બ્રોડકાસ્ટર ટીઆરટી પ્રમાણે ભૂકંપની અસર 43 ગામડાઓમાં થઇ છે. હાલતો અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇમરજન્સી રેસ્ક્યૂ ટીમ મોકલવામાં આવી છે. ઈરાન અને તુર્કી મોટા પ્રમાણમાં ભૂંકપથી પ્રભાવિત દેશોમાં સામેલ છે. ગત મહિને પૂર્વી તુર્કીમાં ભૂકંપના કારણે 40 લોકોના મોત થયા હતા.
વધુ વાંચો
Advertisement





















