શોધખોળ કરો
Advertisement
અફઘાન એરલાઇન્સનું વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, 80થી વધુ લોકોના મોતની આશંકા
અફઘાનિસ્તાનના ગઝનવી પ્રાંતમાં સોમવારે એક પ્રવાસી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં ક્રૂ સહિત 83 લોકો સવાર હતાં.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના ગઝનવી પ્રાંતમાં સોમવારે એક પ્રવાસી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં ક્રૂ સહિત 83 લોકો સવાર હતાં. રિપોર્ટ પ્રમાણે આ પ્લેન અરિયાના અફઘાન એરલાઇન્સનું હતું. દુર્ઘટના દેહ યાક જિલ્લામાં બની હતી. આ વિસ્તાર પર તાલિબાનનું નિયંત્રણ છે. સ્પેશલ ફોર્સને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
બપોરે 1.10 વાગ્યા આસપાસ તૂટી પડ્યું પ્લેન ગઝની શહેરની ગવર્નર ઓફિસ તરફથી પ્રવક્તા આરિફ નૂરીએ કહ્યું- અરિયાના અફઘાન એરલાઇન્સનું બોઇંગ પ્લેન સ્થાનિક સમય પ્રમાણે અંદાજે 1.10 વાગ્યે બપોરે તૂટી પડ્યું છે. એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે પ્લેન હેરાતથી ગઝની તરફ જતું હતું. અરિયાના છે અફઘાનિસ્તાનની સૌથી મોટી એરલાઇન્સ અરિયાના અફઘાનિસ્તાનની સૌથી મોટી એરલાઇન્સ છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન બોઇંગ 737-400 જેટ છે જે લગભગ 30 વર્ષ જૂનું છે. ગઝની પ્રાંતના અધિકારીઓ પ્રમાણે ટેક્નિકલ કારણોના લીધે વિમાન ક્રેશ થયું. તે પડ્યું તે સાથે જ આગ પકડી લીધી હતી. અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ સરવર દાનિશે દુર્ઘટનામાં અમુક લોકોના મરવાની આશંકા દર્શાવી હતી. 2005માં પણ અફઘાનિસ્તાનમાં પ્લેન થયું હતું ક્રેશ આ પહેલા 2005માં અફઘાનિસ્તાનમાં મોટી વિમાન દુર્ઘટના થઇ હતી. ત્યારે પશ્વિમ હેરાતથી કાબૂલ આવી રહેલું કૈમ એરલાઇન્સનું વિમાન હિમવર્ષાના કારણે પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને કેમેરા સામે જ ચહલને આપી ગાળ ને રોહિત શર્માએ........ મારુતિએ Altoનું CNG મોડલ કર્યુ લોન્ચ, જાણો કેટલી છે કિંમતA passenger aircraft has crashed in Deh Yak district of Ghazni province (#Afghanistan), said a member of the local provincial council: TOLOnews
— ANI (@ANI) January 27, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement