શોધખોળ કરો

Afghanistan Blast: અફઘાનિસ્તાનના કુંદુજમાં મસ્જિદમાં બ્લાસ્ટ, 50 લોકોના મોતની આશંકા

અફઘાનિસ્તાનના કુંદુજમાં એક શિયા મસ્જિદમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. કુંદુજની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે.

Afghanistan Bomb Blast: અફઘાનિસ્તાનના કુંદુજમાં એક શિયા મસ્જિદમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. કુંદુજની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે. એએફપી ન્યૂઝ એજન્સીએ હોસ્પિટલના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કાબુલમાં મસ્જિદના દરવાજા પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા પાંચ અફઘાન નાગરિકો માર્યા ગયા હતા.

સ્થાનિક સુરક્ષા અધિકારીઓનું  કહેવું  છે કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે 300 થી વધુ લોકો નમાઝ માટે એકઠા થયા હતા.  તુલુ ન્યુઝ કે મુજબ નજરે જોનારાઓનું કહેવું છે કે આ બ્લાસ્ટમાં 100 થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સેન્ટ્રલ હોસ્પિટલના ડોકટરે જણાવ્યું કે અત્યાર સુધીમાં અમને હોસ્પિટલમાં 35 મૃતદેહ મળ્યા છે અને 50થી વધુ લોકો ઈજાગ્રસ્તોને સારવાર માટે લાવવામાં આવ્યા છે.

આ પહેલાં પણ 3 ઓક્ટોબરના રોજ કાબુલમાં એક મસ્જિદની બહાર ઘાતક વિસ્ફોટ થયો હતો, જેમાં 5 સામાન્ય નાગરિકોના મોત થયા હતા. તાલિબાનના અધિકારીએ જણાવ્યું કે આ લોકો સંગઠન પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદની માતાના મોત બાદ શોક વ્યક્ત કરવા માટે મસ્જિદમાં એકઠા થયા હતા. 

તાલિબાનની સરકાર બન્યા બાદ અફઘાનિસ્તાનમાં  આ પહેલો મોટો હુમલો છે. કુંદુજમાં સંસ્કૃતિ અને સુચનાના નિર્દેશક મતિઉલ્લાહ રોહાનીએ જણાવ્યું કે આ આત્મઘાતી હુમલો હતો. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે થોડાં સમય પહેલાં કહ્યું હતું કે કુંદુજમાં મસ્જિદમાં થયેલા વિસ્ફોટ થવાથી અનેક લોકો માર્યા ગયા છે. જો કે મૃત્યુઆંક કેટલો થયો તેની કોઈ પુષ્ટિ થઈ નથી. 

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે હુમલા સમયે મસ્જિદમાં લગભગ 300 લોકો હાજર હતા. આ લોકો જુમ્માની નમાઝમાં સામેલ થવા આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે નમાઝ અદા કરતા હતા તે સમયે તેઓને વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Embed widget