Afghanistan Blast: મસ્જિદમાં બોંબ વિસ્ફોટ, 17 લોકોના મોત તો અનેક ઘાયલ
અફઘાનિસ્તાનના બલગાન પ્રાંતની ઝમાન મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ બોમ્બ વિસ્ફોટમાં 17 નમાઝીઓના મોત થયા હોવાના અહેવાલ છે.
Afghanistan Blast: અફઘાનિસ્તાનના બલગાન પ્રાંતની ઝમાન મસ્જિદમાં શુક્રવારની નમાજના સમયે બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ભારે નુકશાન થવાની સંભાવના છે. વિસ્ફોટમાં 17ના મોત થયા છે તો ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, મસ્જિદ શિયા સમુદાય સાથે જોડાયેલી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બ્લાસ્ટ એક શિયા મસ્જિદમાં થયો હતો. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું અને ઘાયલ અને મૃતકોને બહાર કાઢ્વામાં આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને નથી લીધી.
ઇઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે ચીનમાં ઇઝરાયલી રાજદૂત પણ જીવલેણ હુમલો, જાણો અપડેટ્સ
Isreal Hamas war:ચીનમાં ઈઝરાયેલના રાજદ્વારી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યા અનુસાર આ આતંકવાદી હુમલો હોઈ શકે છે.
ઈઝરાયેલના રાજદ્વારી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે હુમલાની પુષ્ટિ કરી છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજદ્વારીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, બેઇજિંગમાં ઇઝરાયેલી દૂતાવાસના રાજદ્વારી પર શુક્રવારે હુમલો કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજદ્વારીને શુક્રવારે શંકાસ્પદ આતંકવાદી હુમલામાં ચાકુ મારવામાં આવ્યું હતું. બેઇજિંગમાં ઇઝરાયેલના દૂતાવાસમાં કામ કરતા રાજદ્વારી પર દૂતાવાસની નજીકના વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની હાલત સ્થિર છે.
ગાઝામાં 1500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
આ પણ વાંચો
ખાલિસ્તાન સમર્થકોની ધમકી બાદ ભારત સરકાર એલર્ટ, વિદેશ મંત્રી જયશંકરને મળશે Z શ્રેણીની સુરક્ષા