(Source: ECI/ABP News/ABP Majha)
Israel Hamas War: ઈઝરાયલ- હમાસના યુદ્ધ વચ્ચે PM મોદીએ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું, આ સંઘર્ષ.....’
Israel Hamas War: પીએમ મોદીએ કહ્યું કે, આતંકવાદ કોઈપણ કારણસર, કોઈપણ સ્વરૂપમાં, તે માનવતા વિરુદ્ધ છે.
Israel Hamas War:ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. નવી દિલ્હીમાં આયોજિત 9મી P20 Summit 2023માં પીએમ મોદીએ કહ્યું કે, જે પણ થઈ રહ્યું છે તે દરેકને અસર કરશે. આ શાંતિ અને ભાઈચારાનો સમય છે. આતંકવાદ દુનિયા માટે પડકાર છે. જંગ કોઈના હિતમાં નથી.વિશ્વ આજે સંકટ સામે લડી રહ્યું છે. જે થઈ રહ્યું છે તે તેનાથી કોઈ અજાણ નથી, આ શાંતિનો સમય છે, બધાએ સાથે ચાલવુ જોઈએ. દુનિયાએ એક પરિવાર થઇને રહેવું જોઇએ.
ભારત ઘણા વર્ષોથી સીમાપાર આતંકવાદનો સામનો કરી રહ્યું છે. લગભગ 20 વર્ષ પહેલા આપણી સંસદનું સત્ર ચાલતું હતું ત્યારે આતંકવાદીઓએ તેને નિશાન બનાવ્યું હતું. દુનિયા પણ એ મહેસૂસ કરી રહી છે કે, કે આ કેટલો મોટ પડકાર છે. આતંકવાદ વિશ્વ માટે પડકાર છે અને તે માનવતા વિરુદ્ધ છે. વિશ્વની સંસદો અને તેમના પ્રતિનિધિઓએ આતંકવાદ સામેની લડાઈમાં સાથે મળીને કેવી રીતે કામ કરવું તે અંગે વિચાર કરવાની જરૂર છે.
સંઘર્ષો વિશ્વમાં કોઈને લાભ આપી શકતા નથી. આ શાંતિ અને ભાઈચારાનો સમય છે, સાથે ચાલવાનો સમય છે, સાથે મળીને આગળ વધવાનો સમય છે. આ સમય દરેકના વિકાસ અને કલ્યાણનો છે.
P20 સમિટ 2023 શું છે?
P-20 નો અર્થ પીનો અહીં અર્થ છે પાર્લમેન્ટ-20, જે જે રીતે તાજેતરમાં ભારતમાં G-20 સમિટ યોજાઈ હતી, તેવી જ રીતે હવે P-20નું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેનું ઉદ્ઘાટન કર્યું હતું.P-20 શિખર સંમેલન 14 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં G-20 દેશોના સ્પીકર્સ અને સંસદના સ્પીકર્સ ભાગ લઈ રહ્યા છે.
PM Shri @narendramodi inaugurates the 9th G20 Parliamentary Speakers' Summit at 'Yashobhoomi'. https://t.co/gqsAIA51g0
— BJP (@BJP4India) October 13, 2023
આ પણ વાંચો
ખાલિસ્તાન સમર્થકોની ધમકી બાદ ભારત સરકાર એલર્ટ, વિદેશ મંત્રી જયશંકરને મળશે Z શ્રેણીની સુરક્ષા