Afghanistan: કશ્મીર પર તાલિબાન-હક્કાની નેટવર્કમા મતભેદ, સરકાર રચવા આડે આ છે વિઘ્ન
હક્કાની નેટવર્કને પાકિસ્તાન અને તેની ગુપ્ત એજન્સી ISIનો સપોર્ટ છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI તાલિબાન સરકારમાં સિરાજુદદ્દીન હક્કાનીને મહત્વમી ભૂમિકા અપાવવા માટે લોબિંગ કરી રહી છે.
Afghanistan: હક્કાની નેટવર્કને પાકિસ્તાન અને તેની ગુપ્ત એજન્સી ISIનો સપોર્ટ છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI તાલિબાન સરકારમાં સિરાજુદદ્દીન હક્કાનીને મહત્વમી ભૂમિકા અપાવવા માટે લોબિંગ કરી રહી છે.
તાલિબાન સરકારના ગઠનની તારીખ એક વાર ફરી એક વખત આગળ વધી ગઇ છે. આવું પહેલી વખત નથી થતું કે, અફઘાન સરકારના રાજ્યભિષેકનું મૂહૂર્ત ટળ્યું હોય. 15 ઓગસ્ટ બાદ સરકાર બનાવવામાં થઇ રહેલા વિલંબ પર તાલિબાન સ્પષ્ટતા કરી ચૂક્યું છે. સૌથી પહેલા અફઘાનિસ્તાનમાં અમેરિકાનું ફુલ એન્ડ ફાઇનલ જવાનો રાગ આલાપ્યો ત્યારબાદ જુમ્મેની નમાઝ બાદ સરકારની રચનાની વાત સામે આવી પરંતુ તે સમયે પણ આ નિર્ણય ફરી ટળ્યો. સરકાર બનાવવના વિલંબ માટે તાલિબાની અને હક્કાની વચ્ચે તાલમેળ ન બેસતું હોવાનું સામે આવ્યું છે.
સરકાર અફઘાનિસ્તામાં બની રહી છે અને તાલિબાનની બની રહી છે પરંતુ તેમાં હક્કાની નેટવર્કને મહત્વની ભાગીદારી જોઇએ છે. પાકિસ્તાન તાલિબાનનો દરેક રીતે સાથ આપી રહ્યો છે. આ બધા વચ્ચે કાશ્મીરની શું ભાગાદારી છે તે પણ મહત્વનો મુદ્દો છે. અફઘાનમાં જો તાલિબાને સરકાર ચલાવી હશે તો ભારતના હિતને નજર અંદાજ નહીં કરી શકાય. સરકાર ચલાવવા માટે ભારતની મદદ જરૂરી છે. તાલિબાનના પ્રવક્તા સુલેહ સાલેને સ્પષ્ટ કર્યું છે કે, કાશ્મીરના મુદ્દે તે કઇ જ નહીં બોલે પરંતુ પાકિસ્તાનના દબાણ બાદ સુલૈહ સાહિને યુટર્ન લીધો છે અને નિવેદન આપ્યું છે કે, કાશ્મીરમાં રહેતા લોકના હક માટે અવાજ ઉઠાવવો તે અમારી ફરજ છે.
શું છે હક્કાની નેટવર્ક
હક્કાની નેટવર્કને પાકિસ્તાનની ISIનું સમર્થન છે. . પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI તાલિબાન સરકારમાં સિરાજુદદ્દીન હક્કાનીને મહત્વમી ભૂમિકા અપાવવા માટે લોબિંગ કરી રહી છે. સિરાજિદ્દીન 6 વર્ષથી તાલિબાનના ડિપ્ટી લીડ઼ર હતા, પૂર્વી અફઘાનિસ્તાનમાં હક્કાનીનો પ્રભાવ વધુ છે. અફઘાનિસ્તાનમાં પ્રભાવી સંગઠનો બેઝ પાકિસ્તાનની ઉત્તર પશ્મિત સીમા છે. પાકિસ્તાનની ઉત્તરી વજીરિસ્તાનમાં હક્કાની નેટવર્કની સમાનતર સરકાર ચાલે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંગઠનની પ્રવૃતિ ખૂબ વધી છે. તાલિબાન નેટવર્કમાં હક્કાની નેટવર્કની પણ ઉપસ્થિતિ વધી છે.