શોધખોળ કરો
Advertisement
અમેરિકાના વિઝા લેવા હોય તો હવે ફરજિયાત આપવી પડશે આ અંગત માહિતી, જાણો શું થયો નિયમમાં ફેરફાર?
અમેરિકન વિદેશ વિભાગના નવા નિયમો અનુસાર, વિઝા અરજી કરનારા લોકોએ પોતાની સોશિયલ મીડિયાનું નામ, 5 વર્ષથી ઉપયોગમાં લેવામાં આવતું ઇમેઈલ એડ્રેસ અને ફોન નંબરની જાણકારી આપવી પડશે.
નવી દિલ્હીઃ અમેરિકન વિઝા માટે અરજી કરનારા તમામ લોકોએ હવે પોતાની સોશિયલ મીડિયા ડિટેઇલ્સની જાણકારી આપવી પડશે. અમેરિકન વિદેશ વિભાગના નવા નિયમો અનુસાર, વિઝા અરજી કરનારા લોકોએ પોતાની સોશિયલ મીડિયાનું નામ, 5 વર્ષથી ઉપયોગમાં લેવામાં આવતું ઇમેઈલ એડ્રેસ અને ફોન નંબરની જાણકારી આપવી પડશે.
જે લોકો અભ્યાસ અથવા નોકરી માટે અમેરિકા જવા માંગે છે તેમને આ નીતિમાંથી છૂટ મળશે નહીં. જોકે, કેટલાક ડિપ્લોમૈટિક અને ઓફિશિયલ વિઝા અરજી કરનારાઓને આ નીતિમાંથી છૂટ આપવામાં આવશે. આ મામલામાં સંબંધિત એક અધિકારીએ કહ્યું કે, જો કોઇ પણ પોતાની સોશિયલ મીડિયાની જાણકારીને લઇને ખોટું બોલશે તો તેને તેના પરિણામો ભોગવવા પડી શકે છે.
નોંધનીય છે કે અમેરિકન વિદેશ વિભાગે છેલ્લા વર્ષે માર્ચમાં આ નીતિને લાગુ કરવાનો ઇરાદો જાહેર કર્યો હતો. જોકે, નવા નિયમો લાગુ થયા બાદ અમેરિકાએ કેટલાક વિઝા અરજીકર્તાઓ પાસે તેમની સોશિયલ મીડિયાની જાણકારી માંગી હતી.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2016માં પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આ નીતિનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો ત્યારે અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન નામના એક સંગઠને કહ્યુ હતું કે, એ વાતના કોઇ પુરાવા નથી કે આ પ્રકારની સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવાનો કોઇ ફાયદો થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion