શોધખોળ કરો

‘તોફાન પહેલાની શાંતિ...’ ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટે મચાવ્યો હડકંપ, ઈરાન પર ફરી હુમલો?

America attack Iran: અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો લગભગ નિષ્ફળ, ઈરાનની 5 કડક શરતોએ વધાર્યું ટેન્શન; ફરી એકવાર ભડકી શકે છે યુદ્ધની આગ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાનની પાંચ કડક શરતો સમજૂતીમાં અવરોધ બની રહી છે.
  • ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ જહાજ પરથી 'તોફાન પહેલાની શાંતિ' પોસ્ટ કરી.
  • ઈરાન સંપૂર્ણ યુદ્ધવિરામ, પ્રતિબંધો હટાવવાની માંગ કરી રહ્યું છે.
  • ઈરાન જમીન, ફંડ, નુકસાન ભરપાઈ અને હોર્મુઝ સ્ટ્રેટ પર અધિકાર માંગે છે.

America attack Iran: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામ બાદ એવી આશા સેવાઈ રહી હતી કે બંને દેશો વચ્ચે કોઈ સમજૂતી થશે અને યુદ્ધનો કાયમી અંત આવશે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે સમય હાથમાંથી સરકી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાનના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે અને શાંતિની આશા ધૂંધળી બની રહી છે. આ દરમિયાન અમેરિકન મીડિયાનો દાવો છે કે જો બંને દેશો વચ્ચેની વાટાઘાટો સંપૂર્ણપણે નિષ્ફળ જશે, તો આગામી દિવસોમાં ફરી એકવાર બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટે આ ડરને વધુ સાચો સાબિત કર્યો છે, જેનાથી આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે. ઈરાનની 5 કડક શરતોને કારણે બંને દેશો વચ્ચેનો મામલો અટવાઈ પડ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શું પોસ્ટ કર્યું?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરીને યુદ્ધની સીધી ચેતવણી આપી છે.

આ એક AI-જનરેટેડ ફોટો છે, જેમાં ટ્રમ્પ લાલ રંગની પ્રખ્યાત "મેક અમેરિકા ગ્રેટ અગેઇન" (MAGA) ટોપી પહેરીને અમેરિકન નેવીના અધિકારી સાથે ઊભા છે.

આ તસવીરમાં બંને જણા એક યુદ્ધ જહાજ પર ઊભા છે અને પાછળ દરિયામાં મોટા મોજાં ઉછળતા દેખાય છે. બેકગ્રાઉન્ડમાં એક ઈરાની જહાજ પણ જોવા મળી રહ્યું છે.

આ તસવીરની સાથે ટ્રમ્પે લખ્યું છે, "તોફાન પહેલાની શાંતિ".

ટ્રમ્પની આ લાઈને ગ્લોબલ લેવલે મોટી ચર્ચા જગાવી છે કે શું અમેરિકા ખરેખર ઈરાન પર કોઈ મોટો હુમલો કરવા જઈ રહ્યું છે? ટ્રમ્પ અગાઉ પણ ઈરાનને વારંવાર ચેતવણી આપતા રહ્યા છે કે જો ઈરાન જલ્દીથી સમજૂતી માટે તૈયાર નહીં થાય, તો તેણે ભારે કિંમત ચૂકવવી પડશે.

આ પણ વાંચોઃ મોસ્કો પર યુક્રેનનો ભયંકર ડ્રોન હુમલો: 1 ભારતીયનું મોત અને 3 ઘાયલ, એમ્બેસી દોડતી થઈ

કઈ 5 શરતો પર અટવાયો છે મામલો?

અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલી રહી હોવા છતાં બંને વચ્ચે અવિશ્વાસની મોટી ખાઈ છે. ઈરાને અમેરિકા સામે એવી માંગણીઓ મૂકી છે જે સમજૂતીમાં સૌથી મોટો રોડો બની રહી છે:

સંપૂર્ણ યુદ્ધવિરામ: લેબનોન સહિત તમામ મોરચે ચાલી રહેલા લશ્કરી હુમલા અને સંઘર્ષને તાત્કાલિક અને કાયમી ધોરણે રોકવામાં આવે.

પ્રતિબંધો હટાવવા: અમેરિકા સાથે આગળની વાતચીત શરૂ થાય તે પહેલા ઈરાન પર લાદવામાં આવેલા તમામ આર્થિક અને વેપારી પ્રતિબંધો સંપૂર્ણપણે દૂર કરવામાં આવે.

ફ્રીઝ થયેલું ફંડ મુક્ત કરવું: વિદેશમાં ઈરાનની જેટલી પણ સંપત્તિ અને ભંડોળ ફ્રીઝ કરવામાં આવ્યું છે, તેને કોઈપણ વિલંબ વિના તાત્કાલિક રિલીઝ કરવામાં આવે.

નુકસાનનું વળતર: આ યુદ્ધ દરમિયાન ઈરાનને જે પણ આર્થિક અને માળખાકીય નુકસાન થયું છે, તેનું પૂરતું વળતર આપવામાં આવે.

હોર્મુઝ સ્ટ્રેટ પર અધિકાર: ઈરાન માંગ કરે છે કે મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' પર તેની સંપૂર્ણ સાર્વભૌમત્વ (માલિકી) ને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવે.

આ પણ વાંચોઃ મુશ્કેલ સમયમાં આ દેશે ભારતને મદદની આપી ખાતરી, કહ્યું - કોઈ પણ સંજોગોમાં ઇંધણ અને ઊર્જાની અછત નહીં થવા...

Frequently Asked Questions

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની શક્યતા વધી રહી છે?

હા, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ સૂચવે છે કે જો વાટાઘાટો નિષ્ફળ જશે તો યુદ્ધ થઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે શું પોસ્ટ કર્યું છે?

ટ્રમ્પે AI-જનરેટેડ ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ યુદ્ધ જહાજ પર ઊભા છે અને લખ્યું છે, 'તોફાન પહેલાની શાંતિ'.

શા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી અટકી રહી છે?

ઈરાનની પાંચ કડક શરતો, જેમાં સંપૂર્ણ યુદ્ધવિરામ અને પ્રતિબંધો હટાવવાનો સમાવેશ થાય છે, તેના કારણે સમજૂતી અટકી રહી છે.

ઈરાનની મુખ્ય માંગણીઓ કઈ છે?

ઈરાન સંપૂર્ણ યુદ્ધવિરામ, તમામ પ્રતિબંધો હટાવવા, ફ્રીઝ થયેલું ભંડોળ મુક્ત કરવું, નુકસાનનું વળતર અને હોર્મુઝ સ્ટ્રેટ પર સાર્વભૌમત્વની માન્યતા માંગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
Advertisement

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget