શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારત-ચીન વચ્ચે બૉર્ડર વિવાદ, ડૉનાલ્ડ ટ્રંપે કહ્યું- અમેરિકા મધ્યસ્થતા માટે તૈયાર
ટ્રંપે ટ્વીટ કરીને કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે અમેરિકાએ બન્ને દેશોને મધ્યસ્થતાનો પ્રસ્તાવ આપ્યો છે.
નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એકવાર ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ પર મધ્યસ્થાની પેશકશ કરી છે. ટ્રંપે ટ્વીટ કરીને કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે અમેરિકાએ બન્ને દેશોને મધ્યસ્થતાનો પ્રસ્તાવ આપ્યો છે. જો કે, ટ્રંપના આ નિવેદન પર અત્યાર સુધી ના તો ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે, ના તો ચીન.
રાષ્ટ્રપતિ ટ્રંપના ટ્વીટ અનુસાર અમેરિકાએ ભારત અને ચીનને પોતાના આ પ્રસ્તાવ અંગે જણાવ્યું છે. જો કે, ટ્રંપે એ સ્પષ્ટતા નથી કરી કે, તેઓએ કે અમેરિકા સરકારે આ મામલે પ્રસ્તાવ ભારત અને ચીનને ક્યારે કઈ રીતે આપ્યો ? જો કે, સરહદ પર આમને સામને ઉભા છે તેમ છતાં ભારત અને ચીન બન્ને આ પ્રસ્તાવ સ્વીકાર કરશે તેવી ઉમ્મીદ નથી.
ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં જ લદાખમાં ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો આમને સામને છે. ચીન દ્વારા સતત સૈનિકોની સંખ્યા વધારવા અને બેઝ બનાવવાના અહેવાલ સામે આવ્યા છે. એવામાં ભારત પણ તૈયાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion