Istanbul Blast: તુર્કીની રાજધાની ઈસ્તાંબુલના ભીડવાળા વિસ્તારમાં વિસ્ફોટ, 1નું મોત, 11 ઘાયલ
Blast In Istanbul: તુર્કીની રાજધાની ઈસ્તાંબુલના તકસીમ સ્ક્વેરમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને કુલ 11 લોકો ઘાયલ થયા હતા.
Blast In Istanbul: તુર્કીની રાજધાની ઈસ્તાંબુલના તકસીમ સ્ક્વેરમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને કુલ 11 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ રવિવારે (13 નવેમ્બર) ઇસ્તંબુલના સૌથી ભીડવાળા વિસ્તારમાં થયો હતો જ્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
#BREAKING: At least 11 people injured in explosion in Istanbul, Turkey pic.twitter.com/J7vVhVRtIF
— Amichai Stein (@AmichaiStein1) November 13, 2022
બ્લાસ્ટ બાદ એમ્બ્યુલન્સ, ફાયરની ગાડીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્ફોટ કયા કારણોસર થયો તે અંગેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી. અહેવાલો અનુસાર વિસ્ફોટ બાદ વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો.
વીડિયોમાં આ વિસ્ફોટ ઓછી તીવ્રતાનો હોય તેમ દેખાઈ રહ્યો છે. સ્થાનિક અહેવાલો અનુસાર, બ્લાસ્ટ સાંજે 4:15 વાગ્યે (તુર્કીના સમય અનુસાર) થયો હતો. તુર્કીમાં આ વિસ્ફોટ પહેલો નથી. આ પહેલા પણ 2017 અને 2015માં ઈસ્લામિક સ્ટેટ અને કેટલાક કુર્દિશ જૂથોએ અહીં વિસ્ફોટ કર્યા હતા.
કોંગ્રેસે વઘુ એક યાદી કરી જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂટણીને લઈને કોંગ્રેસે 5 નવા નામ જાહેર કર્યા છે. તો બીજી તરફ બોટાદમાં ઉમેદવાર બદલવામાં આવ્યા છે. ગારીયાધાર બેઠક પર હાલમાં કોંગ્રેસમાં જોડાયેલા મનુભાઈ ચાવડાના પુત્રને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત મોરબીમાં 6 વખત ચૂંટણી હારેલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જેન્તી જેરાજ પટેલ 6 વખત કોંગ્રેસમાંથી ચૂંટણી હારી ચૂક્યા છે. આજે ફરી સાતમી વખત તેમને ટિકિટ આપવામાં આવી છે. પ્રથમ તબક્કાની યાદી સંપુર્ણ જાહેર કરી દેવામાં આવી છે.
કોંગ્રેસના બોટાદ બેઠકના નારાજ દાવેદાર મનહર પટેલે અશોક ગેહલોત સાથે કરી મુલાકાત
કોંગ્રેસના બોટાદ બેઠકના નારાજ દાવેદાર મનહર પટેલે અશોક ગેહલોત સાથે કરી મુલાકાત કરી છે. ગેહલોત સાથેની મુલાકાત બાદ મનહર પટેલે નિવેદન આપતાં જણાવ્યું, 2017માં અશોક ગેહલોતે મને ટેલિફોનીક મેન્ડેટ આપ્યું હતું. મારી સાથે 2017નું પુનરાવર્તન થયું છે. અમે બીજી વખત અપમાનિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યો છે. બોટાદ જઈને ટેકેદારોને મળી સાંજે 7 વાગે મારો આખરી નિર્ણય જાહેર કરીશ. તેમણે કહ્યું, ખેસ વગર પણ આગળ વધી શકાય છે. અશોક ગેહલોતના કહેવાથી પ્રમુખ જગદીશ ઠાકોરને મળવાનો છું.
ભાજપના MLA મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત
વડોદરાઃ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. કાર્યકર્તાઓની વચ્ચે મધુ શ્રીવાસ્તવે રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ભાજપ માટે તન, મન અને ધનથી કામ કર્યું છે. મારી ટિકિટ કપાતા કાર્યકર્તાઓમાં રોષ છે. તેમણે કહ્યું કે પાંચ ટર્મ સુધી સેવા કરવાની તક આપી તે માટે ભાજપનો આભાર છે, મને કોઇ મનાવવા આવ્યા નથી. 500 કાર્યકર્તાઓ સાથે રાજીખુશીથી ભાજપમાંથી રાજીનામું આપું છું. મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે.