શોધખોળ કરો
Advertisement
ઈરાકઃ બગદાદના ગ્રીન ઝોનમાં ફરી રૉકેટ હુમલો, અમેરિકન દૂતાવાસથી 100 મીટર દૂર પડ્યું રોકેટ
ઇરાક અને અમેરિકાની વચ્ચે તણાવ ચાલુ હોવાની વચ્ચે બગદાદના ભારે કિલ્લાબંધીવાળા ગ્રીન ઝોનમાં એક વખત ફરીથી રોકેટ હુમલો થયો છે. ઇરાકી સેનાએ તેની પુષ્ટિ કરતાં કહ્યું કે બગદાદના ગ્રીન ઝોનની અંદર રોકેટ હુમલો કર્યો છે.
નવી દિલ્હીઃ ઇરાક અને અમેરિકાની વચ્ચે તણાવ ચાલુ હોવાની વચ્ચે બગદાદના ભારે કિલ્લાબંધીવાળા ગ્રીન ઝોનમાં એક વખત ફરીથી રોકેટ હુમલો થયો છે. ઇરાકી સેનાએ તેની પુષ્ટિ કરતાં કહ્યું કે બગદાદના ગ્રીન ઝોનની અંદર રોકેટ હુમલો કર્યો છે. ઇરાકી સેનાએ કહ્યું કે હુમલામાં કોઇપણ પ્રકારની નુકસાનીના સમાચાર નથી. સૂત્રોના મતે અમેરિકન દૂતાવાસથી અંદાજે 100 મીટરના અંતર પર એક રોકેટ પડ્યું છે. હજુ કોઇએ હુમલાની જવાબદારી લીધી નથી.
આ પહેલાં 5મી જાન્યુઆરીના રોજ પણ બગદાદના ગ્રીન ઝોનમાં ઇરાન સમર્થન મિલિશિયાએ કત્યુશા રોકેટ દાગ્યા હતા. કેટલાંક રોકેટ અમેરિકન દૂતાવાસની અંદર પણ પડ્યા હતા. સમાચાર એજન્સી રૉયટર્સના મતે હુમલાના સમયે ગ્રીન ઝોનની અંદર સાયરન વાગી રહ્યું હતું. પોલિસે કહ્યું કે એક રોકેટ અમેરિકન દૂતાવાસથી લગભગ 100 મીટરના અંતર પર પડ્યું છે. ઇરાકી સેનાએ કહ્યું કે ગ્રીન ઝોનની અંદર બે કત્યુશા રોકેટ પડ્યા છે પરંતુ કોઇને નુકસાન થયું નથી. સમાચાર એજન્સી રોયટર્સના મતે બગદાદમાં સાયરનની સાથે બે જોરદાર ધડાકાના અવાજ આવ્યા. હાલ કોઇએ પણ હુમલાની જવાબદારી લીધી નથી. આપને જણાવી દઇએ કે આની પહેલાં બુધવાર વહેલી સવારે ઇરાને ઇરાકમાં આવેલા અમેરિકન સેના કેમ્પમાં 22 બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો. ઇરાને તેના ટોચના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની અમેરિકન ડ્રોન હુમલામાં મોતનો બદલો ગણાવ્યો હતો. ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું હતું કે હુમલામાં કોઇ અમેરિકનનો જીવ ગયો નથી. આ દરમ્યાન ટ્રમ્પે ઇરાનને શાંતિની રજૂઆત કરતાં કહ્યું હતું કે અમેરિકા એ તમામની સાથે શાંતિ માટે તૈયાર છે, જે શાંતિ ઇચ્છે છે. હું જ્યાં સુધી રાષ્ટ્રપતિ છું ત્યાં સુધી પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી નહીં આપું. અમે ઈરાન પર નવા પ્રતિબંધ લગાવીશું. સુલેમાનીને તો પહેલા જ મારી દેવો જોઈતો હતો. તે અમેરિકા પર હુમલો કરવાની ફિરાકમાં હતો. આભારના બદલે તેઓ ડેથ ટુ અમેરિકા બોલી રહ્યા છે. સુરતઃ LPG સિલિન્ડર ભરેલી ટ્રક પલટી જતાં લાગી આગ, સ્કૂલ બસ બળીને થઈ ખાખ દિલ્હીઃ પટપડગંજ વિસ્તારમાં ફૅક્ટરીમાં લાગી આગ, એકનું મોત, ફાયરબ્રિગેડની 35 ગાડી ઘટના સ્થળ પર રાજ્યમાં પવનની દિશા બદલાશે, બે દિવસ કાતિલ ઠંડીનો થશે અનુભવIraqi military says two Katyusha rockets fell inside Baghdad's Green Zone, no casualties: Reuters https://t.co/W3O9KjZLWq
— ANI (@ANI) January 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement