શોધખોળ કરો
Advertisement
દિલ્હીઃ પટપડગંજમાં ફૅક્ટરીમાં લાગી આગ, એકનું મોત, ફાયરબ્રિગેડની 35 ગાડી ઘટના સ્થળ પર
આગ જે વિસ્તારમાં લાગી તે દિલ્હીનો મોટો ઔદ્યોગિક વિસ્તાર છે. આનંદ વિહાર નજીક આવેલા વિસ્તારમાં અનેક ઈન્ડસ્ટ્રિયલ યુનિટ છે. જ્યાં હજારોની સંખ્યામાં લોકો કામ કરે છે.
નવી દિલ્હીઃ પૂર્વ દિલ્હીના પટપડગંજ ઈન્ડસ્ટ્રીયલ એરિયાના એક ફૅક્ટરીમાં આગની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 35 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ બુજાવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયરબ્રિગેડ અધિકારીઓના જણાવ્યા મુજબ, એક વ્યક્તિને બહાર કાઢીને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ફૅક્ટરીમાં પ્રિન્ટિંગનું કામ થતું હતું.
આગ જે વિસ્તારમાં લાગી તે દિલ્હીનો મોટો ઔદ્યોગિક વિસ્તાર છે. આનંદ વિહાર નજીક આવેલા વિસ્તારમાં અનેક ઈન્ડસ્ટ્રિયલ યુનિટ છે. જ્યાં હજારોની સંખ્યામાં લોકો કામ કરે છે. અનેક નાની-મોટી ફેક્ટ્રીઓ 24 કલાક છે. ગુરુવારે સવારે અચાનક લાગેલી આગાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પહેલા દિલ્હીની પીરાગઢી વિસ્તારમાં એક ફેક્ટ્રીમાં ભીષણ આગ લાગી હતી. થોડીજ વારમાં તે ફેલાઇ ગઈ હતી અને બ્લાસ્ટ થયા હતા. જેના કારણે ફેકટ્રીની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી અને 18 લોકો ઘાયલ થયા હતા. જેમાં ફાયરબ્રિગેડના એક કર્મચારીનું મોત થયું હતું.
રાજ્યમાં પવનની દિશા બદલાશે, બે દિવસ કાતિલ ઠંડીનો થશે અનુભવDelhi: Fire broke out at a paper printing press in Patparganj Industrial Area today, one person dead. 35 fire tenders are present at the spot. pic.twitter.com/7syFT5yF7V
— ANI (@ANI) January 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement