એવોર્ડ વિજેતા US પત્રકાર બ્રેન્ટ રેનોડની યુક્રેનમાં ગોળી મારીને હત્યા, જાણો ન્યુયોર્ક ટાઈમ્સે શું કહ્યું
યુક્રેનની રાજધાની કીવના ઉત્તર પશ્ચિમ વિસ્તારના ઈરપીનમાં રવિવારે બ્રેન્ટને ગોળી વાગી હતી.
અમેરિકાના પત્રકાર અને ફિલ્મમેકર બેન્ટ રેનોડને યુક્રેનમાં ગોળી મારવામાં આવી હતી. યુક્રેનની રાજધાની કીવના ઉત્તર પશ્ચિમ વિસ્તારના ઈરપીનમાં રવિવારે બ્રેન્ટ રેનોડને ગોળી વાગી હતી. સમાચાર એજન્સી AFPના અહેવાલ પ્રમાણે સ્થળ પર હાજર એક ડોક્ટરે બ્રેન્ટ રેનોડના મોતની પુષ્ટી કરી હતી. બ્રેન્ટ રેનોડની સાથે અન્ય એક પત્રકાર પર પણ હુમલો કરાયો હતો જેની હાલ સારવાર ચાલી રહી છે.
યુક્રેનમાં હાલ સેવા આપી રહેલા ડોક્ટર ડાન્યોલ શાપોવાલોવે જણાવ્યું કે, "બ્રેન્ટ રેનોડને ગોળી વાગતાં જ તેમનું ઘટના સ્થળ પર મોત થઈ ગયું હતું જ્યારે અન્ય એક પત્રકાર ઘાયલ થયો હતો જેની સારવાર અમે કરી હતી" બ્રેન્ટ રેનોડના ગળામાં ન્યુયોર્ક ટાઈમ્સનું આઈકાર્ડ હતું પરંતુ બ્રેન્ટ રેનોડ ન્યુયોર્ક ટાઈમ્સના ન્યુઝ અસાઈનમેન્ટ પર નહોતો.
#BREAKING US journalist shot dead in Ukraine: medic, witnesses pic.twitter.com/3GWeSoSqes
— AFP News Agency (@AFP) March 13, 2022
બ્રેન્ટ રેનોડના મોત અંગે ન્યુયોર્ક ટાઈમ્સના ડેપ્યુટી મેનેજીંગ એડિટર ક્લિફ લેવીએ કહ્યું કે, બ્રેન્ટ રેનોડના મોતનું અમને ઘણું દુઃખ છે. બ્રેન્ટ રેનોડ એક ટેલેન્ડેટ ફોટોગ્રાફર અને ફિલ્મમેકર હતા. પરંતુ તેઓ ન્યુયોર્ક ટાઈમ્સના એસાઈનમેન્ટ પર નહોતા. બ્રેન્ટ રેનોડ જેવા બહાદુર પત્રકારનું મોત એ મોટી ખોટ છે. બ્રેન્ટ જેવા પત્રકારો જ જોખમ લઈને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ સ્થળ પર જઈને બનતી ઘટનાઓ વિશે દુનિયાને જણાવે છે.
લવીવઃ નાટોના સભ્ય દેશ પોલેન્ડની બોર્ડર પાસે યુક્રેનના લવીવ શહેરના મીલીટ્રી બેઝ પર આજે રશિયાએ હુમલો કર્યો હતો. આ એક મિસાઈલ હુમલો હતો જેમાં 35 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 134 લોકો ઘાયલ થયા છે. રશિયાએ જે જગ્યાએ મિસાઈલ હુમલો કર્યો તે યુક્રેનનો મોટો મીલીટ્રી બેઝ છે અને ત્યાંથી યુક્રેનની સેનાને તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવે છે.
સમાચાર એજન્સી રોઈટરના અહેવાલ પ્રમાણે યુક્રેનના સ્થાનિક ગવર્નર માક્સ્યમ કોઝતસ્કીએ જણાવ્યું હતું કે રશિયાના વિમાનોએ અંદાજે 30 રોકેટ ફાયર કર્યા હતા જે યોવોરીવ ઈન્ટરનેશનલ સેન્ટર પોર પીસકિપીંગ એન્ડ સિક્યુરીટી તરફ ફાયર કરવામાં આવ્યા હતા. ગવર્નરે વધુમાં જણાવ્યું કે, આ 30 રોકેટમાંથી કેટલાક રોકેટ જમીન પર પહોંચે તે પહેલાં જ તોડી વાડવામાં આવ્યા હતા.