શોધખોળ કરો

તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલા એન્કરો પર લગાવ્યો પ્રતિબંધ, ન્યૂઝ વાંચવા માટે આ લોકોને કરાયા તૈયાર, જાણો વિગતે

એક દિવસ પહેલા જ તાલિબાને કહ્યું હતુ કે મહિલાઓના હિતોની રક્ષા થશે. હવે તાલિબાન કહી રહ્યું છે કે ફક્ત શરીયત કાનૂન અંતર્ગત જ મહિલાઓને કામ કરવાની પરવાનગી છે. 

કાલુબઃ અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાને મહિલા એન્કરોને બેન કરી દીધા છે. સરકારી ન્યૂઝ ચેનલની મહિલા ન્યૂઝ એન્કરને તાલિબાને નોકરીમાંથી કાઢી મુકી છે. હવે તાલિબાની એન્કર ટીવી પર ન્યૂઝ વાંચશે. ખદીતા અમીના નામની એક મહિલા સરકારી ન્યૂઝ ચેનલમાં એન્કર હતી, તેને પણ હટાવી દેવામાં આવી છે. એક દિવસ પહેલા જ તાલિબાને કહ્યું હતુ કે મહિલાઓના હિતોની રક્ષા થશે. હવે તાલિબાન કહી રહ્યું છે કે ફક્ત શરીયત કાનૂન અંતર્ગત જ મહિલાઓને કામ કરવાની પરવાનગી છે. 

નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા બાદ અફઘાન ન્યૂઝ એન્કર ખદીજા અમીનાએ કહ્યું - હું શુ કરીશુ, આગળની પેઢી પાસે કંઇ કામ નહીં હોય. 20 વર્ષોમાં જે કંઇપણ હાંસલ કર્યુ, બધુ જતુ રહ્યું. તાલિબાન તાલિબાન છે, તે નથી બદલાયા.

મહિલાઓની સાથે નહીં થાય ભેદભાવ-
એક દિવસ પહેલા જ તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું હતુ કે હવે અફઘાનિસ્તાનને મુક્ત કરી કરાવી લેવામાં આવ્યુ છે. ગઇ સરકારમાં મહિલાઓ પર કેટલીય પાબંદીઓ લગાવવામાં આવી હતી, વળી તેમના શાસનકાળમાં મહિલાઓની સાથે કોઇપણ પ્રકારના ભેદભાવ નહીં કરવામાં આવે. મુજાહિદ અનુસાર મહિલાઓને ઇસ્લામી કાનૂનના માપદંડો અંતર્ગત અધિકાર આપવામાં આવશે. મહિલાઓને સ્વાસ્થ્ય ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં કામ કરવાની આઝાદી રહેશે. 

ઉલ્લેખનીય છે કે, 20 વર્ષ પહેલા તાલિબાનના શાસનના સમય અફઘાનિસ્તાનમાં મહિલાઓને ઘરની ચાર દીવાલોની અંદર જ સીમિત કરી દેવામાં આવી હતી. ત્યારે પણ મહિલાઓના જીવન અને અધિકારો કેટલીય કડક પાબંદીઓ લગાવવામાં આવી હતી. હવે એકવાર ફરીથી સત્તામાં તાલિબાનની વાપસી થઇ ગઇ છે. આવામાં સૌથી મોટી સમસ્યા અફઘાની મહિલાઓની સુરક્ષા અને અધિકારોની ઉભી થઇ છે. 

Afghanistan Crisis: રાષ્ટ્રપતિ તો ભાગી ગયા, પરંતુ આ માણસે તાલિબાનને ફેંક્યો પડકાર, જાણો શું કહ્યું....
તાલિબાન દ્વારા કાબુલ કબજે કરવામાં આવ્યું છે અને તાલિબાન હવે સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ અફઘાનિસ્તાનમાં હજુ લોકશાહીની એક આશા છે. ત્યાં એક મોટો નેતા છે અને તે હજુ પણ દેશ છોડીને ભાગી ગયો નથી, પરંતુ તાલિબાન સાથે લડવાની વાત કરી રહ્યા છે.

હકીકતમાં, તાલિબાનોએ સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે, પરંતુ હજુ પણ એવો વિસ્તાર છે જ્યાં તાલિબાન પહોંચી શક્યું નથી. તે વિસ્તારમાં 1 લાખ લોકો રહે છે, તેની પાછળ એક નેતા ઉભા છે અને તે કહે છે કે તે છાતીમાં ગોળી લેશે પણ તાલિબાન સામે ઝૂકશે નહીં. તાલિબાનના પકડાયા બાદ જ્યારે દેશના રાષ્ટ્રપતિ અશરફ ગની ભાગી ગયા ત્યારે આ નેતાએ તાલિબાનને પડકાર્યો છે.

આ નેતાનું નામ અમરૂલ્લાહ સાલેહ છે, સાલેહ ગની સરકારમાં ઉપરાષ્ટ્રપતિ હતા. અમરૂલ્લાહ સાલેહે પોતાને અફઘાનિસ્તાનના રખેવાળ પ્રમુખ જાહેર કર્યા અને તાલિબાન સામે છેલ્લા શ્વાસ સુધી લડવાની પ્રતિજ્ઞા લીધી છે.

તેમણે ટ્વિટ કરીને કહ્યું કે હું દેશની અંદર છું અને કાયદેસર રીતે હું આ પદનો દાવેદાર છું. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનનું બંધારણ તેને જાહેર કરવાની સત્તા આપે છે. તેમણે લખ્યું છે કે તેઓ તમામ નેતાઓ સુધી પહોંચી રહ્યા છે જેથી તેમનો ટેકો મેળવી શકાય અને સર્વસંમતિ મેળવી શકાય.

અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ રાષ્ટ્રપતિ અશરફ ગનીની જેમ પોતાના દેશમાંથી ભાગ્યા નથી. તાલિબાન પકડાયા બાદ સાલેહની પ્રથમ તસવીર પણ સામે આવી હતી. તેઓ અફઘાનિસ્તાનના પંજશીરમાં જોવા મળ્યા છે.

સાલેહને અહમદ શાહ મસૂદના પુત્ર અહેમદ મસૂદ અને તાલિબાન વિરોધી કમાન્ડરોને મળતા જોવા મળ્યા હતા. હાલમાં, તાલિબાનોએ કાબુલ પર કબજો કર્યો ત્યારથી પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ અને શાંતિ પરિષદના વડા અબ્દુલ્લા અબ્દુલ્લા સહિત અનેક અફઘાન નેતાઓ વાટાઘાટો કરી રહ્યા છે.

અમરૂલ્લાહ સાલેહ કોણ છે જેમણે તાલિબાનને પડકાર્યો હતો

અમરૂલ્લાહ સાલેહ, જેમણે પોતાને તાલિબાનના રખેવાળ પ્રમુખ જાહેર કર્યા, તેઓ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ હતા. તેમણે ફેબ્રુઆરી 2020 માં અબ્દુલ રશીદ દોસ્તમ બાદ ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે અગાઉ 2018 અને 2019 માં અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રી તરીકે અને 2004 થી 2010 સુધી રાષ્ટ્રીય સુરક્ષા નિયામક (NDS) ના વડા તરીકે સેવા આપી હતી.

1990માં સાલેહ સોવિયેત સમર્થિત અફઘાન સેનામાં ભરતી ટાળવા માટે વિપક્ષી મુજાહિદ્દીન દળોમાં જોડાયા. તેણે પડોશી પાકિસ્તાનમાં લશ્કરી તાલીમ મેળવી અને મુજાહિદ્દીન કમાન્ડર અહમદ શાહ મસૂદ હેઠળ લડ્યો. 1990ના દાયકાના અંતમાં તે ઉત્તરી જોડાણના સભ્ય બન્યા અને તાલિબાનના વિસ્તરણ સામે પણ લડ્યા.

સાલેહને ખુલ્લેઆમ પાકિસ્તાનના વિરોધી અને ભારતના નજીકના માનવામાં આવે છે. તેના પર અફઘાન નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સીઓનો દુરુપયોગ કરીને પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ છે. અમરુલ્લાહ સાલેહે ભારત પાસેથી મદદ મેળવવા ઓક્ટોબર 1996 માં ભારતીય રાજદ્વારી મુથુ કુમાર અને મુજાહિદ્દીન કમાન્ડર અહમદ શાહ મસૂદ વચ્ચે બેઠકનું પણ આયોજન કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
Embed widget