શોધખોળ કરો

BBCએ ચલાવી હતી ડોનાલ્ડ ટ્રમ્પની એડિટેડ સ્પીચ, ડાયરેક્ટર અને ન્યૂઝ CEOએ છોડવું પડ્યું પદ

બીબીસી પર નિષ્પક્ષતા જાળવવામાં નિષ્ફળ રહેવાના અસંખ્ય આરોપોનો સામનો કરવો પડ્યો છે

બ્રિટિશ પબ્લિક બ્રોડકાસ્ટર બીબીસી (બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન) ના ડાયરેક્ટર જનરલ ટિમ ડેવી અને ન્યૂઝ ઓપરેશન્સના ચીફ એક્ઝિક્યુટિવ ડેબોરાહ ટર્નેસે રવિવારે રાજીનામું આપ્યું હતુ. આ પગલું એવા આરોપો પછી લેવામાં આવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 6 જાન્યુઆરી, 2021ના ​​રોજ વોશિંગ્ટનમાં યુએસ કેપિટલ પર પ્રદર્શનકારીઓના હુમલા અગાઉ આપવામાં આવેલા ભાષણને એડિટ કરીને પ્રસારિત કરવાનો આરોપ લાગ્યો છે.  જેમાં બીબીસી પર દર્શકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લાગ્યો છે. બીબીસી પર નિષ્પક્ષતા જાળવવામાં નિષ્ફળ રહેવાના અસંખ્ય આરોપોનો સામનો કરવો પડ્યો છે, જેમાં ટ્રમ્પના કવરેજ, ઇઝરાયલ-હમાસ યુદ્ધ અને ટ્રાન્સજેન્ડર મુદ્દાઓ પર રિપોર્ટિંગનો સમાવેશ થાય છે.

ટ્રમ્પની સ્પીચનો વિવાદ શું છે?

ધ ટેલિગ્રાફ અખબારને મળેલા એક વ્હિસલબ્લોઅર મેમો અનુસાર, બીબીસીના મુખ્ય ઈન્વેસ્ટિગેટિવ પ્રોગ્રામ પેનોરમામાં  દર્શાવવામાં આવેલા ટ્રમ્પના ભાષણના બે અલગ અલગ ભાગોને એડિટ કરીને જોડવામાં આવ્યા છે. મૂળ ભાષણમાં ટ્રમ્પે કહ્યું હતું કે, "અમે કેપિટલ તરફ કૂચ કરીશું અને ત્યાં આપણા સાહસી સેનેટરો અને કોંગ્રેસના સભ્યોનું સમર્થન કરીશું." પરંતુ એડિટેડ ક્લિપમાં તેને બદલીને, તેને  "અમે કેપિટલ તરફ કૂચ કરીશું. હું તમારી સાથે રહીશ અને આપણે લડીશું, નર્કની જેમ લડીશું."

બીબીસીએ પોતાના પ્રોગ્રામમાં ટ્રમ્પના ભાષણના કેટલાક હિસ્સાઓને એ રીતે રજૂ કર્યા હતા જેને સાંભળીને એવું લાગે કે  તેઓ તોફાનીઓને યુએસ કેપિટલ પર હુમલો કરવા માટે ઉશ્કેરી રહ્યા હતા. જ્યારે તેમણે પોતાના ભાષણમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે પણ અપીલ કરી હતી. બીબીસીએ 2024ની અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રીલિઝ કરવામાં આવેલી એક ડોક્યુમેન્ટરીમાં આ એડિટેડ ભાષણ દર્શાવ્યું હતું.

ધ ટેલિગ્રાફ અખબારને મળેલા મેમોને બીબીસી એડિટોરિયલ સ્ટાન્ડર્ડ્સના ભૂતપૂર્વ સલાહકાર માઈકલ પ્રેસ્કોટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે તેમાં બીબીસી અરેબિક પર ગાઝા યુદ્ધ કવરેજમાં ઇઝરાયલ વિરોધી પક્ષપાત અને ટ્રાન્સજેન્ડર મુદ્દાઓ પર મુશ્કેલ સવાલો ધરાવતી સ્ટોરીઝને દબાવવાનો પણ આરોપ મૂક્યો. બીબીસી ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યા પછી સ્ટાફને આપેલા સંદેશમાં, ટિમ ડેવીએ કહ્યું હતું કે, "આ સંપૂર્ણપણે મારો વ્યક્તિગત નિર્ણય છે. બોર્ડે મારા કાર્યકાળ દરમિયાન મને ટેકો આપ્યો." બીબીસી સારું પ્રદર્શન કરી રહ્યું છે, પરંતુ કેટલીક ભૂલો થઈ છે અને ડિરેક્ટર જનરલ તરીકે મારે તેમની જવાબદારી લેવી જોઈએ.

બીબીસી ન્યૂઝ ઓપરેશનના ચીફ એક્ઝિક્યુટિવ ડેબોરાહ ટર્નેસે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, "ભૂલો કરવામાં આવી છે, પરંતુ બીબીસી ન્યૂઝ પર સંસ્થાકીય પક્ષપાતના આરોપો ખોટા છે. પેનોરમા કૌભાંડે સંસ્થાને નુકસાન પહોંચાડ્યું છે, તેથી હું મારા પદ પરથી રાજીનામું આપી રહી છું." તેણી 2022થી બીબીસીના ન્યૂઝ ઓપરેશનનું નેતૃત્વ કરી રહી હતી અને તેના પ્રીમિયમ શો "પેનોરમા" માં દેખાતા કન્ટેન્ટ માટે જવાબદાર હતા. બીબીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે "પેનોરમા" અને અન્ય વર્તમાન બાબતોના કાર્યક્રમોની એડિટોરિયલ પ્રેક્ટિસની સમીક્ષા કરવામાં આવશે. બીબીસીના ચેરમેન સમીર શાહ આજે યુકે સંસદમાં આ ભૂલ માટે માફી માંગશે.

બીબીસી પર ટ્રમ્પનો આકરો હુમલો

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથઆઉટ સોશિયલ પરની એક પોસ્ટમાં તેમના એડિટેડ ભાષણને પ્રસારિત કરવા બદલ બીબીસીની તીવ્ર ટીકા કરી હતી. તેમણે લખ્યું, "ટીમ ડેવી સહિત બીબીસીના ટોચના લોકો નોકરી છોડી રહ્યા છે અથવા કાઢવામાં આવી રહ્યા છે કારણ કે તેમણે  6 જાન્યુઆરી, 2021ના ​​મારા સંપૂર્ણ ભાષણમાં ફેરફાર કરતા પકડાયા છે. આ ભ્રષ્ટ પત્રકારોને ખુલ્લા પાડવા બદલ ધ ટેલિગ્રાફનો આભાર. આ ખૂબ જ અપ્રમાણિક લોકો છે જેમણે યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દખલ કરવાનો પ્રયાસ કર્યો. તેઓ એવા દેશમાંથી આવે છે જેને આપણે આપણો નંબર વન સાથી માનીએ છીએ. આ લોકશાહી માટે એક ભયંકર ઘટના છે." વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે બીબીસીને "100 ટકા ફેક ન્યૂઝ " અને "લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા મશીન" ગણાવ્યું.

ટોપ સ્ટોરી

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?
વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget