શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનમાં લોકોને ખાવાના ફાંફા છે ત્યારે મહિલા સાંસદો માટે સંસદમાં ખુલશે બ્યૂટી પાર્લર
આ આદેશ પાકિસ્તાનની સંસદની એક સમિતિએ આપ્યા છે. સમિતિમાં બે મહિલાઓ પણ સામેલ છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સામાન્ય લોકોની સ્થિતિ ભલે ગમે તેટલી ખરાબ હોય પરંતુ ટોચના સ્તરે હજુ પણ લક્ઝરીની વાતો થઈ રહી છે. અહેવાલ છે કે પાકિસ્તાનની સંસદમાં ટૂંકમાં જ બ્યૂટી પાર્લર ખુલવાનું છે. આ બ્યૂટી પાર્લરમાં મહિલા સાંસદોને એન્ટ્રી મળશે અને આ સુવિધાનો લાભ લઈ શકશે.
આ અહેવાલ બાદ પાકિસ્તાનના લોકો જ નહીં પણ ભારતમાં પણ લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે જ્યાં ખાવા પીવાના ફાંફા છે ત્યાં સંસદમાં બ્યૂટી પાર્લર ખોલવાનો શું મતલબ છે. એક બાજુ વિશ્વભરને પાકિસ્તાનું અર્થતંત્ર ભાંગી પડ્યાના પુરાવા મળી ગયા છે. ત્યારે જીવનજરૂરી વસ્તુ માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે સંસદમાં આ પ્રકારનો નિર્ણય લેવાથી સ્પષ્ટ થાય છે સરકારને સામાન્ય લોકોની કોઈ જ પડી નથી.
કહેવાય છે કે, આ આદેશ પાકિસ્તાનની સંસદની એક સમિતિએ આપ્યા છે. સમિતિમાં બે મહિલાઓ પણ સામેલ છે. સમિતિએ ઇસ્લામાબાદની એક સિવિક એજન્સીને કહ્યું કે, ટૂંકમાં જ પાકિસ્તાનની સંસદમાં મહિલા સાંસદો માટે પરિસરમાં એક સારું બ્યૂટી પાર્લર બનાવવામાં આવશે જેથી મહિલા સાંસદોને તૈયાર થવામાં કોઈ મુશ્કેલી ન થાય.
આ પહેલા પણ પાકિસ્તાનની સંસદમાં જ એક જનરલ સ્ટોર ખોલવામાં આવ્યો છે જ્યાં વસ્તુઓ ખૂબ જ સસ્તા ભાવમાં મળી રહી છે. પાકિસ્તામાં જ્યારે મોંઘવારી તેની ટોચ પર છે લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે, અર્થવ્યવસ્થા અસ્થિર છે ત્યારે સંસદમાં બ્યૂટી પાર્લર ખોલવું થોડું હેરાની કરે એવું લાગે છે. પાકિસ્તાની મીડિયા પણ આ અહેવાલને લઈને પ્રતિક્રિયાઓ આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion