શોધખોળ કરો

Belgium: મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવાઇ, બેલ્જિયમની કોર્ટમાંથી ન મળી રાહત

લોન છેતરપિંડીના કેસમાં ફરાર હીરા વેપારી મેહુલ ચોક્સીને બેલ્જિયમની કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે

પંજાબ નેશનલ બેન્કના 13,000 કરોડ રૂપિયાના લોન છેતરપિંડીના કેસમાં ફરાર હીરા વેપારી મેહુલ ચોક્સીને બેલ્જિયમની કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે મેહુલની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે જામીન અરજી પર ચુકાદો આપ્યો હતો.

કોર્ટની સુનાવણી દરમિયાન શું થયું?

મેહુલ ચોકસીએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેમની તબિયત સારી નથી. તેથી તેને જામીન મળવા જોઈએ. મેહુલે કહ્યું કે તે તેના પરિવાર સાથે રહેવા માંગે છે.

મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ

મેહુલ ચોક્સીની 12 એપ્રિલ (શનિવાર), 2025ના રોજ બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતે ચોક્સીના પ્રત્યાર્પણ માટે બેલ્જિયમને ઔપચારિક વિનંતી મોકલી છે. ચોક્સીની ધરપકડ કરવામાં આવી ત્યારે તે સ્વિટ્ઝરલેન્ડમાં સારવારના બહાને બેલ્જિયમથી ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો.

મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણમાં કયા અવરોધો છે?

વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ કહ્યું, 'તેના પ્રત્યાર્પણ માટે પ્રારંભિક પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ આ પ્રક્રિયા લાંબી હશે.' મને નથી લાગતું કે તેને આટલી જલદી ભારત લાવી શકાય. બેલ્જિયમમાં સંબંધિત મંત્રાલય તરફથી વહીવટી આદેશની જરૂર પડશે જે કોર્ટના આદેશને આધીન રહેશે. મેહુલને ત્યારે જ ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે જો મેહુલે ભારતમાં કરેલો ગુનો બેલ્જિયમમાં પણ સજાપાત્ર ગણાય. બીજી તરફ મેહુલે પ્રત્યાર્પણનો વિરોધ કર્યો છે અને દાવો કર્યો છે કે તેના કેસમાં રાજકીય ગુનો અપવાદ અથવા છૂટનો ક્લોઝ લાગુ થાય છે.

મેહુલ ચોક્સીની ધરપકડ કરતી વખતે બેલ્જિયમ પોલીસે મુંબઈની એક અદાલત દ્વારા તેની વિરુદ્ધ જાહેર કરાયેલા બે ધરપકડ વોરન્ટનો ઉલ્લેખ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વોરન્ટ 23 મે, 2018 અને 15 જૂન, 2021 ના ​​રોજ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોક્સી ખરાબ સ્વાસ્થ્ય અને અન્ય કારણોને ટાંકીને જામીન અને તાત્કાલિક મુક્તિની માંગ કરી શકે છે. 13,850 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના આરોપસર મેહુલ ચોક્સી પર સીબીઆઈ અને ઇડી દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. ચોક્સીનો ભત્રીજો નીરવ મોદી પણ આ કેસમાં આરોપી છે, જે લંડનમાં છૂપાયેલો છે અને તેના પ્રત્યાર્પણની પણ રાહ જોવાઈ રહી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી

Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ

Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

Embed widget